ગુજરાતની વિધાનસભા પેટાચૂંટણીના પણ ત્રણ ઉમેદવારોના નામ ભાજપે કર્યા જાહેર,કોંગ્રેસનો સાથ છોડનારને ભાજપે આપી ટિકિટ

|

Mar 23, 2019 | 4:04 PM

લોકસભાની ચૂંટણીમાં ગુજરાત માટેના 15 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાંથી 14 ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે. ત્યારે તેની સાથે જ ભાજપ દ્વારા ગુજરાતમાં પાંચ વિધાનસભા સીટની પેટાચૂંટણી પૈકી ત્રણ ઉમેદવારો જાહેર કર્યા છે. કોણે મળી સીટ? ખાસ વાત એ છે કે ભાજપે ત્રણેય ઉમેદવારોમાં જે કોંગ્રેસને છોડી ભાજપમાં આવ્યા છે તેઓને જ ટિકિટ […]

ગુજરાતની વિધાનસભા પેટાચૂંટણીના પણ ત્રણ ઉમેદવારોના નામ ભાજપે કર્યા જાહેર,કોંગ્રેસનો સાથ છોડનારને ભાજપે આપી ટિકિટ

Follow us on

લોકસભાની ચૂંટણીમાં ગુજરાત માટેના 15 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાંથી 14 ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે. ત્યારે તેની સાથે જ ભાજપ દ્વારા ગુજરાતમાં પાંચ વિધાનસભા સીટની પેટાચૂંટણી પૈકી ત્રણ ઉમેદવારો જાહેર કર્યા છે.

કોણે મળી સીટ?

ખાસ વાત એ છે કે ભાજપે ત્રણેય ઉમેદવારોમાં જે કોંગ્રેસને છોડી ભાજપમાં આવ્યા છે તેઓને જ ટિકિટ આપી છે. જેમાં જામનગર ગ્રામ્યમાં રાઘવજી પટેલ, ધ્રાંગધ્રામાં પરષોત્તમ સાબરિયા, માણાવદરમાં જવાહર ચાવડાનું નામ જાહેર કર્યું છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ તરફ સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી સાથે 34 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાશે. આ પેટા ચૂંટણીમાં રાજ્યની પાંચ બેઠકોનો પણ સમાવેશ થાય છે. ચૂંટણી પંચે કરેલી જાહેરાત મુજબ, રાજ્યની પાંચ વિધાનસભા બેઠકોનો સમાવેશ લોકસભા સાથે યોજાનાર પેટા ચૂંટણી માટે કરાયો છે. આ પાંચ બેઠકો અગાઉ કોંગ્રેસ પાસે હતી.

આ પણ વાંચો : લાંબા વિલંબ બાદ આખરે ગુજરાત માટે ભાજપે જાહેર કર્યા 15 ઉમેદવારોના નામ, મોટેભાગના ઉમેદવારો થયા રિપીટ, કોણે મળી ક્યાંથી ટિકિટ

પેટા ચૂંટણીમાં ઊંઝા, તાલાલા, માણાવદર, જામનગર ગ્રામ્ય અને ધ્રાંગધ્રા બેઠકનો સમાવેશ થાય છે. તાલાલા બેઠકના ધારાસભ્ય ભગવાન બારડને બાદ કરતાં તમામ ધારાસભ્યો ભાજપમાં જોડાતા પેટાચૂંટણી યોજાશે. આ પાંચેય બેઠકો પર 23મી એપ્રિલે લોકસભાની પેટા ચૂંટણી સાથે જ મતદાન થશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article