
અસંગઠિત ક્ષેત્ર (Unorganized sector) ના બાંધકામ શ્રામીકોની ઓનલાઇન નોંધણી કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. ગાંધીનગરથી શ્રમ-રોજગાર મંત્રી દિલીપ ઠાકોરની ઉપસ્થિતીમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અસંગઠિત ક્ષેત્રના બાંધકામ શ્રમિકો (Construction workers) ની નોંધણી માટે ઇ-નિર્માણ પોર્ટલ (e-Nirman portal) અને મોબાઇલ એપનું લોન્ચીંગ કર્યું હતું. બાંધકામ શ્રમિકો-અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને પરંપરાગત ‘લાલ ચોપડી’માંથી મુક્તિ અપાવી ઓનલાઇન નોંધણીથી સ્માર્ટ કાર્ડ આપવાનો સૌપ્રથમ નવતર અભિગમ ગુજરાત સરકારે (Govt of Gujarat) અપનાવ્યો છે.
CM Shri @vijayrupanibjp launched e-Nirman portal & mobile app for online registration of unorganized sector/construction workers with an aim of maximum registration and coverage even at rural level to provide benefits of welfare schemes like U-WIN, MA Card, Shramik Annapurna, etc pic.twitter.com/ezwEy3b4qR
— CMO Gujarat (@CMOGuj) June 8, 2021
રાજ્યના વિકાસમાં શ્રમિકોનું મહત્વનું પ્રદાન : મુખ્યપ્રધાન
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે ગુજરાતની ઔદ્યોગિક વિકાસ સહિતની વિકાસ યાત્રામાં લેબર પીસ-શ્રમિકોની શાંતિ, ઝિરો મેન ડેયઝ લોસ, તાળાબંધી કે હડતાળ વગરનું ગુજરાતની જે છબિ છે તેમાં સૌ શ્રમિકોનું મહત્વનું પ્રદાન છે. આવા સૌ શ્રમિકોના કલ્યાણની ચિંતા કરીને બેલેન્સ જળવાઇ રહે તેવા ભાવથી કામદારો-શ્રમિક વર્ગોના સર્વાંગી વિકાસ માટે યુ-વીન કાર્ડને આધાર સાથે જોડીને એક જ કાર્ડથી બધી યોજનાઓનો લાભ તેમને આપવાની ગુજરાત સરકાર (Govt of Gujarat) ની પ્રતિબદ્ધતા છે.
રાજ્યમાં 21,291 કોમન સર્વિસ સેન્ટર પર થશે નોંધણી
રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપ ઠાકોરે કહ્યું કે રાજ્યમાં કુલ શ્રમયોગીઓ પૈકી અસંગઠિત શ્રમયોગીની સંખ્યા અંદાજિત 82 ટકા છે ત્યારે આ અસંગઠિત ક્ષેત્ર (Unorganized sector) ના શ્રમયોગીઓને રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા ચાલતી કલ્યાણકારી યોજનાનો લાભ મળે તે જરૂરી છે.
અત્યાર સુધી શ્રમયોગીને પોતાના કામનો સમય બગાડીને અથવા રજા પાડીને સરકારી કચેરીમાં નોંધણી કરાવવા જવું પડતું હતું. હવે તેઓ આ ઇ-નિર્માણ પોર્ટલ (e-Nirman portal) અને મોબાઇલ એપ તેમજ કોમન સર્વિસ સેન્ટરના માધ્યમથી નોંધણી કરાવી શકશે. આ માટે સરકારે રાજ્યમાં 21,291 કોમન સર્વિસ સેન્ટર પર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિવિધ સહાય
અસંગઠિત ક્ષેત્ર (Unorganized sector) ના શ્રમયોગીઓ પૈકી બાંધકામ શ્રમિકો માટે ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનામાં અપાતી સહાય અંગે મંત્રીએ જણાવ્યું કે, પ્રસૃતિ સહાય યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકની પત્નીને અગાઉ રૂ.5000 સહાય તેમજ રૂ.2000 વધુ ઉચ્ચકની રકમ આપવમાં આવતી હતી. પણ હવે આ સહાયમાં રૂ.20,000 હજારની વધારાની મંજૂરીથી હવે કુલ રૂ.27,500 સહાય આપવામાં આવે છે.
આ ઉપરંત મુખ્યમંત્રી ભાગલક્ષ્મી બોન્ડ યોજના અંતર્ગત પુત્રીના જન્મ પ્રસંગે રૂ.10 હજારનો બોન્ડ, રાજ્યમાં કોઇપણ શ્રમિકનું અકસ્માતમાં મૃત્યુ થાય તો આવા શ્રમિકના વારસદારને મૃત્યુ સહાય અંતર્ગત રૂ.3 લાખની સહાય, બાંધકામ શ્રમિકના મૃત્યુ બાદ તેની અંતિમ ક્રિયા માટે બાંધકામ બોર્ડમાંથી સહાય આપવામાં આવે છે.