‘ફિરસે ઉડ ચલા’: બીજી લહેર બાદ સુરત એરપોર્ટ પર પહેલી વાર આટલા મુસાફરો, જાણો નવી ફ્લાઈટ્સ વિશે

કોરોનાની બીજી લહેર બાદ ધીમે ધીમે સુરત એરપોર્ટ પર મુસાફરોનો આંકડો વધી રહ્યો છે. ગત દિવસોમાં તાજેતરમાં પહેલી વાર 2 હજાર મુસાફરો એક દિવસમાં જોવા મળ્યા.

ફિરસે ઉડ ચલા: બીજી લહેર બાદ સુરત એરપોર્ટ પર પહેલી વાર આટલા મુસાફરો, જાણો નવી ફ્લાઈટ્સ વિશે
For the first time after the second wave of Corona, 2 thousand passengers were registered at Surat airport in a single day
| Edited By: | Updated on: Jul 14, 2021 | 2:35 PM

મે મહિના પછી કોરોના વાયરસના (Corona) કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાતા જ જૂન મહિનામાં સુરત એરપોર્ટથી અવર જવર કરતા પેસેન્જરોની સંખ્યા 50 હજારને પાર પહોંચી ગઈ છે. જેને કારણે સ્પાઇસ જેટ (Spice Jet) એરલાઇન્સ ફરી મેદાનમાં આવી છે. સ્પાઇસ જેટ એરલાઇન્સ 16 જૂલાઇથી સુરતથી જયપુર (Surat To Jaipur) , પુણે (Pune) અને હૈદરાબાદની (Hyderabad) તથા 17 જૂલાઇથી સુરતથી જયપુર, જબલપુર અને બેંગ્લોરની ફ્લાઇટ ઓપરેટ કરવા જઈ રહી છે.

આ ઉપરાંત સુરત એરપોર્ટ ઓથોરિટીએ ટ્વીટ કરીને માહિતી આપતા જણાવ્યું છે કે કોરોનાની બીજી લહેર પછી પહેલીવાર સુરત એરપોર્ટ પરથી પેસેન્જરની સંખ્યા 2 હજારથી વધુ થઈ છે. સુરતથી 1070 પેસેન્જર રવાના થયા હતા. અને 1050 પેસેન્જર સુરત આવ્યા હતા. જેમાં 9 ફ્લાઇટ સુરત આવી હતી અને 9 ફ્લાઇટ સુરતથી (Surat Flight) રવાના થઈ હતી.

જોકે 16 જૂલાઇ બાદ બાર જેટલી ફ્લાઇટો ઓપરેટ થશે. ડિરેક્ટર અમન સૈનીએ જણાવ્યું હતું કે, સ્પાઇસ જેટ એરલાઇન્સને કોલકાતા અને પટનની ફ્લાઇટ ઓપરેટ કરવાની મંજૂરી આપ્યા બાદ જયપુર, પુણે, હૈદરાબાદ, જબલપુર અને બેંગ્લોરની ફ્લાઇટને પણ ઓપરેટ કરવા માટે મંજૂરી આપી છે.

16મીથી જયપુર, પુણે અને હૈદરાબાદની ફ્લાઇટ

જયપુર 08ઃ00 સુરત 09ઃ50
સુરત 10ઃ30 પુણે 11ઃ35
પુણે 12ઃ00 સુરત 13ઃ15
સુરત 14ઃ45 હૈદરાબાદ 16ઃ35
હૈદરાબાદ 17ઃ00 સુરત 18ઃ55
સુરત 21ઃ05 જયપુર 23ઃ00
મંગળ, ગુરૂ, શુક્ર અને રવિ એમ અઠવાડિયાના ત્રણ દિવસે ઓપરેટ થશે

17મીથી જબલપુર, જયપુર અને બેંગ્લોરની ફ્લાઇટ

જયપુર 07ઃ00 સુરત 08ઃ45
સુરત 09ઃ10 જબલપુર 11ઃ00
જબલપુર 11ઃ20 સુરત 13ઃ15
સુરત 14ઃ45 બેંગ્લોર 17ઃ00
બેંગ્લોર 18ઃ30 સુરત 20ઃ45
સુરત 21ઃ05 જયપુર 23ઃ00
સોમ, બુધ અને શનિ એમ અઠવાડિયામાં ત્રણ દિવસ ઓપરેટ થશે

આ સિવાય એર ઇન્ડિયા એક્સપ્રેસે 18 જુલાઈએ એક દિવસ માટે શારજહાં સુરત ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચલાવવાની જાહેરાત કરી છે. આ માટે આ ફ્લાઇટ 11.45 વાગ્યે શારજહાંથી સુરત આવશે અને રાત્રે 12.30 કલાકે સુરતથી મુંબઇ જવા રવાના થશે. બુકીંગ શરૂ થતાં જ શારજહાં થી સુરતની 90 ટીકીટ વેચાઈ ગઈ છે.

 

આ પણ વાંચો: સુરતના યુવાને BSF જવાનોને આપી ઇઝરાયલ મિલેટ્રીને અપાતી આ ખાસ ટ્રેનિંગ, જાણો આ ટ્રેનિંગ વિશે