અમદાવાદ સહિત ગુજરાતમા કોરોનાની સ્થિતિ ગંભીર હોવાનો આડકતરો સ્વીકાર કરતા નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલ

|

Apr 08, 2021 | 3:45 PM

સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના ( corona ) દર્દીઓને સારવાર મળી રહે તેવા પ્રયાસ રાજ્ય સરકાર કરી રહી છે. અમદાવાદમાં કોરોનાના દર્દીઓ માટે બેડની સુવિધા વધારવામાં આવી હોવાની જાહેરાત નિતીનભાઈએ કરી.

અમદાવાદ સહિત ગુજરાતમા કોરોનાની સ્થિતિ ગંભીર હોવાનો આડકતરો સ્વીકાર કરતા નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલ
કોરોનાના દર્દીઓ માટે અમદાવાદમાં વિવિધ હોસ્પિટલમાં ઊભી કરાયેલ વ્યવસ્થાની માહિતી આપતા નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલ

Follow us on

અમદાવાદ સહીત ગુજરાતમાં કોરોના ( corona ) મહારોગની સ્થિતિ બહુ જ ગંભીર હોવાની વાતનો નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે (nitin patel ) આડકતરી રીતે સ્વીકાર કરતા કહ્યુ કે, રોજ 3000ની આસપાસના કેસ સામે આવી રહ્યાં છે. કોરોનાના દર્દીઓની સંખ્યાને જોતા, સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વધુને વધુ કોવીડ19 માટેના બેડ ઉપલબ્ધ થાય તેવા પગલા રાજ્ય સરકાર લઈ રહી છે. અમદાવાદની મંજુશ્રી મિલ કમ્પાઉન્ડમાં બનાવેલ કિડીની હોસ્પિટલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત એસવીપી (svp) હોસ્પિટલ, યુ એન મહેતા હોસ્પિટલ, કિડની હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે વધુ પથારીની સવલત ઉભી કરાશે.

આ ઉપરાંત કોરોનાના જે દર્દીઓ કે જેઓ રેમડીસીવીર ઈન્જેકશન નવો કોર્ષ કરતા હોય તેવા દર્દીઓને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોમ્યુનિટી હોલ કે અન્ય સારી જગ્યાએ, એએમસીના આરોગ્ય વિભાગના અધિકારીઓની દેખરેખ હેઠળ ઈન્જેક્શન મારવામાં આવશે અને બે ત્રણ કલાક સુધી ત્યા તબીબી દેખરેખ હેઠળ રખાયા બાદ ધરે મોકલાશે અને જ્યા સુધી રેમડીસિવિર ઈન્જેકશનનો કોર્ષ પુરા ના થાય ત્યા સુધી આ પ્રકારે બોલાવીને તબીબી દેખરેખ હેઠળ જ ઈન્જેક્શન આપવામાં આવશે.

નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલે કહ્યુ કે, મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં ઉચ્ચસ્તરીય કોર કમિટીની બેઠક મળે છે. તેમાં દરેક જિલ્લાની સમિક્ષા કરવામાં આવે છે. કોરોનાના દર્દીઓ વધતા જાય છે તેમની સારવાર માટે આરોગ્ય વિભાગ, મનપા દ્વારા જે વ્યવસ્થા કરાઈ છે. એ બધી જ વ્યવસ્થા ફરી કરી દેવાઈ છે. પહેલા કેસ ઘટી ગયા હતા. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા કરતા પણ ઓછો ઉપયોગ થતો હતો.
સંક્રમણ વધતા 3 હજાર દર્દીઓ આવી રહ્યા છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મહાનગર અને મોરબી જેવા સેન્ટરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. સુરતમા અપાતી સારવારની સમિક્ષા કરાઈ. તમામ વ્યવસ્થાની સમિક્ષા કરાઈ. રાજકોટની સ્થિતિ ઉપર મુખ્યપ્રધાન પોતે ધ્યાન રાખી રહ્યાં છે. રાજ્યની સ્થિતિનો તાગ મેળવીને નિર્ણય લેવાય છે.

અમદાવાદમાં દર્દીઓને દાખલ કરવા માટે કોવિડ હોસ્પિટલ અલગ હોવી જોઈએ. પહેલા ફેઝમાં 1200 બેડની હોસ્પિટલ, કિડની હોસ્પિટ, કેન્સર હોસ્પિટલમાં પહેલા ફેઝમાં દાખલ કરીને અનેક દર્દીઓને સાજા કરીને સ્વગૃહે પરત મોકલ્યા હતા. હવે જ્યારે બીજા ફેઝમા કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે અગાઉ જે બેડની વ્યવસ્થા કરાઈ હતી તેમાં વધારો કરવો પડે તેવી સ્થિતિ છે. જેના કારણે મંજૂશ્રી મિલમાં બનાવેલી કિડની હોસ્પિટલના બિલ્ડીગમાં 418 બેડની વ્યવસ્થા કરાઈ હતી. કોરોનાનું સંક્રમણ ધટ્યુ ત્યારે તેનો ઉપયોગ કર્યો નહતો. પરંતુ હવે આ મંજૂશ્રી કિડની હોસ્પિટલની જવાબદારી સિવીલ હોસ્પિટલને સોપાઈ છે. વધુ કેટલીક પથારી સાથે 600 પથારીની સવલત ઊભી કરાશે. જેમાં ઓક્સિજન, વેન્ટિલેટર્સની સવલત પણ હશે.
અમદાવાદ શહેર માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ, એસવીપીની કુલ ક્ષમતા 1000 દર્દીની છે પણ ત્યા 500 જ દર્દીઓને દાખલ કરાતા હતા. જ્યારે બાકીના 500 કોરોના સિવાયના દર્દીઓને દાખલ કરાતા હતા. તે હવે વધારીને પૂરેપૂરા 1000 દર્દીઓને દાખલ કરીને સારવાર અપાશે.

Next Video