CHHOTA UDEPUR: બોડેલીના ઊંચાકલમમાં ચૂંટણીનો બહિષ્કાર, 513માંથી એકપણ મતદારે ન કર્યું મતદાન

|

Feb 28, 2021 | 11:28 PM

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ઊંચાકલમ ગામમાં ગ્રામજનોએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ઊંચાકલમ ગામમાં ગ્રામપંચાયતનું અસ્તિત્વ ન હોવાથી ગ્રામજનોએ ચૂંટણીનો  બહિષ્કાર કર્યો છે.

CHHOTA UDEPUR: છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ઊંચાકલમ ગામમાં ગ્રામજનોએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ઊંચાકલમ ગામમાં ગ્રામપંચાયતનું અસ્તિત્વ ન હોવાથી ગ્રામજનોએ ચૂંટણીનો  બહિષ્કાર કર્યો છે. ખુદ TDO અને મામલતદાર બીજા ગામે રહેતા ગામના એક નાગરિકને સરકારી ગાડીમાં બેસાડી લાવી મતદાન કરાવતા હોબાળો થયો હતો. ગ્રામજનોએ અધિકારીઓની ગાડીઓનો ઘેરાવ કર્યો, અધિકારીઓના વલણને લઈ ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો. અધિકારીઓએ પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. ઊંચાકલમમાં 513માંથી એકપણ મતદારે મતદાન કર્યું નથી.

 

 

આ પણ વાંચો: AHMEDABAD: નારણપુરામાં પ્રખ્યાત કંપનીના નામે નકલી ખાદ્યતેલ વેચનારા 4 ઝડપાયા

Next Video