
કચ્છના ખાવડામાં રિન્યુએબલ એનર્જી (RE) પાર્ક નજીક પિકઅપ અને બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 7 લોકોનાં મોત નીપજ્યાં હોવાની માહિતી સામે આવી છે. જ્યારે 20થી વધુ શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતને પગલે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, ખાવડામાં RE પાર્ક નજીક પિકઅપ અને બોલેરો વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે તેમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે 20થી વધુ શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં જ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અકસમાતની જાણ થતાં પશ્ચિમ કચ્છ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત કયા કારણોસર સર્જાયો અને મૃતકો તથા ઇજાગ્રસ્તોની ઓળખ સહિતની વિગતો અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
અકસ્માતની ગંભીરતાને જોતા સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા ઘટનાની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. ઇજાગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પશ્ચિમ કચ્છ પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાયો તે દિશામાં તપાસ શરૂ કરી છે. જોકે, મૃતકો અને ઇજાગ્રસ્તોની ઓળખ માટે વિગતોની રાહ જોવાઈ રહી છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 11:13 am, Fri, 9 October 26