
LPG ગેસ સિલિન્ડરને લઈને દેશભરમાં ચાલી રહેલી મથામણ વચ્ચે હોટલો અને રોસ્ટોરન્ટ બંધ થવાના કગાર પર આવી ગઈ છે. આ વચ્ચે ગુજરાત સરકારે રાજ્યની હોટલ અને રેસ્ટોરેન્ટ માટે મોટો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા રાજ્યની હોટલ અને રેસ્ટોરન્ટ વ્યવસાયને ચાલુ રાખવા માટે હવે તાત્કાલિક PNG (પાઇપ નેચરલ ગેસ) કનેક્શન આપવામાં આવશે છે. ગેસ સિલિન્ડર મેળવવામાં પડી રહેલી મુશ્કેલીઓને કારણે રાજ્યભરમાં હોટલ અને રેસ્ટોરન્ટ વ્યવસાય મુશ્કેલીમાં મુકાયો છે. ત્યારે સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તાત્કાલિક વિકલ્પ તરીકે PNGને પ્રાથમિકતા આપવાનો નિર્ણય કર્યો છે. મળતી માહિતી મુજબ ઘરેલું અને કોમર્શિયલ બંન્ને માટે તાત્કાલિક કનેક્શન આપવાનું સુચન કર્યું છે. આ અંગે સિટી ગેસ કંપનીઓ સાથે ચર્ચા ચાલી રહી છે અને ઝડપથી નવા કનેક્શન આપવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..