રાજ્ય સરકારનો મોટો નિર્ણય: 8 યાત્રાધામ પર બનશે હેલિપેડ અથવા હેલિપોર્ટ, નવા 295 કોઝ વે બનાવાશે

|

Nov 08, 2021 | 12:59 PM

ગુજરાત રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં ગુજરાતના 8 યાત્રાધામ પર હેલિપેડ અને હેલિપોર્ટ બનાવવામાં આવશે. આ ઉપરાંત નવા 295 કોઝ વે પણ બનાવાશે.

Gujarat: રાજ્ય સરકારે મતવનો નિર્ણય લીધો છે. રાજ્યના 8 યાત્રાધામ પર હેલિપેડ (Helipad) અથવા હેલિપોર્ટ (Heliport) બનાવવામાં આવશે. જેમાં 24 કલાકમાં ગમે ત્યારે હેલિકોપટર ઉતરી શકે એ પ્રકારે વ્યવસ્થા કરવાનું આયોજન સરકારે કર્યું છે. જણાવી દઈએ કે 8 અંબાજી, ડાકોર, દ્વારકા, સોમનાથ, પાલીતાણા, શામળાજીમાં હેલિપેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. સાથે અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર પણ આ વ્યવસ્થા ઉભી કરાશે. માહિતી પ્રમાણે અમદાવાદમાં આખા ભારતનું બીજા નંબરનું આધુનિક હેલિપોર્ટ બનાવવામાં આવશે. તો આ તમામ કામોને સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે.

આ સાથે જ રાજ્યમાં નવા 295 કોઝ-વે (Cozway) બનાવવામાં આવશે, આ વર્ષે વરસાદમાં વિખુટા પડેલા ગામો અંગે સર્વે કરવામાં આવ્યો છે. જેમાં ટોટલ વિખુટા પડી જાય છે એવા 295 ગામોને આઈડેન્ટિફાઈ કરાયા છે. ત્યારે આ ગામોએ 471 કરોડના ખર્ચે કોઝ-વે બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દેવામાં આવી છે.

 

આ પણ વાંચો: China Ballistic Missile Submarine લોન્ચ કરી, હિંદ-પેસિફિકથી અમેરિકા પર હુમલો કરી શકે છે, જાણો કેટલી ખતરનાક છે

આ પણ વાંચો: ગુજરાતમાં 24 કલાકમાં કેટલા નોંધાયા કોરોના કેસ? Corona Update સાથે જાણો અન્ય મહત્વના સમાચાર

Published On - 12:31 pm, Mon, 8 November 21

Next Video