Palanpur : નગરપાલિકાના ચીફ ઓફિસરને, પાલિકાના જ કાર્યક્રમમાં મંચ પર સ્થાન નહી મળતા વિવાદ

|

Jun 28, 2021 | 2:11 PM

Palanpur : પાલનપુર નગરપાલિકાના વિવિધ કામના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ચીફ ઓફિસરને સ્ટેજ પર સ્થાન મળ્યું ના હતું. ચીફ ઓફિસર સામાન્ય માણસની જેમાં ઉભા હતા.

Palanpur : નગરપાલિકાના ચીફ ઓફિસરને, પાલિકાના જ કાર્યક્રમમાં મંચ પર સ્થાન નહી મળતા વિવાદ
પાલનપુર

Follow us on

Palanpur : પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી ભાજપ સત્તા સ્થાને છે, ત્યારે ક્યાંક અધિકારી અને તેને મળતા દરજ્જાનું સ્થાન બદલાયું છે. આ જ પ્રકારની ઘટના પાલનપુર નગરપાલિકા દ્વારા ખાતમુહૂર્ત કાર્યક્રમમાં બની છે. જ્યાં ભાજપના પદાધિકારીઓ ખુરશી પર બેઠા જ્યારે નગરપાલિકાના મુખ્ય ઓફિસર સામાન્ય માણસની જેમ સમગ્ર કાર્યક્રમ ઊભા રહ્યા.

પાલનપુર નગરપાલિકાના (Palanpur nagar palika) વિવિધ યોજનાના 6 કરોડ 80 લાખના 113 કામોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ પાલનપુરના હનુમાન ટેકરી વિસ્તારમાં રાખવામાં આવ્યો હતો. જે કાર્યક્રમમાં જીલ્લા ભાજપના પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સ્ટેજ પર તમામ ભાજપના પદાધિકારીઓએ સ્થાન મેળવ્યું હતું.

પરંતુ નગરપાલિકાના જે મુખ્ય અધિકારી છે તેવા ચીફ ઓફિસર સામાન્ય માણસની જેમ ઉભા રહ્યા હતા. ન તો ભાજપના કોઈ પદાધિકારીઓ કે નગરપાલિકાના કોઈ અધિકારીએ આ બાબતને ગંભીરતાથી ન લીધી. નગરપાલિકા ચીફ ઓફિસર સામાન્ય માણસની જેમ લોકો વચ્ચે ઉભા રહેતા સમગ્ર કાર્યક્રમમાં આ ચર્ચાનો વિષય બન્યો છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

નગરપાલિકાના ચીફ ઓફિસર હોદ્દાની રૂએ નગરપાલિકાના મુખ્ય શાસન અધિકારી છે. નગર પાલિકાના વિકાસના કામોના કાર્યક્રમમાં તેમની ખુરશી ન મળતા સમગ્ર શહેરમાં આ મુદ્દો ચર્ચાનો કેન્દ્ર બન્યો છે. નગરપાલિકાના ચીફ ઓફિસર લોકો વચ્ચે સામાન્ય માણસની જેમ ઉભા રહેતા તેમના વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.

આ સમગ્ર મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર સુરેશ પટેલનો સંપર્ક કરતા તેઓએ કહ્યું હતું કે, આ મામલાને ચર્ચાનો વિષય બનાવો નહીં કારણ કે મને ખુરશી કરતા પ્રજાના વિકાસના કામોમાં વધુ ખુશી મળે છે. જ્યારે કાર્યક્રમના મુખ્ય અતિથિ એવા જિલ્લા ભાજપના પ્રમુખ માનસિંહ ચૌહાણનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, આ સમગ્ર કાર્યક્રમ પાલનપુર નગરપાલિકાનો હતો. અમે તો માત્ર મહેમાન હતા. જેથી બેઠક વ્યવસ્થાની તમામ જવાબદારી નગરપાલિકાની હતી. આ મામલે હું કઈ જાણતો નથી.

સરકારી કાર્યક્રમોમાં અધિકારીઓ કરતા પદાધિકારીઓનું વર્ચસ્વ વધ્યું હોય તેવું અનેક કાર્યક્રમોમાં દેખાઈ રહ્યું છે. પરંતુ પાલનપુર નગરપાલિકામાં થયેલા ખાતમુહૂર્તના કાર્યક્રમમાં જે પ્રકારે પાલનપુર નગરપાલિકાના મુખ્ય ઓફિસર સામાન્ય માણસની જેમ ઉભા રહેતા દેખાતા અધિકારીઓના હોદ્દાને મળતી ગરિમા સામે સવાલ ઊભા થઈ રહ્યા છે.

Next Article