BANASKANTHA : 11 માસ વીતી જવા છતાં ડીસામાં લોન કૌભાંડીઓ સામે કોઈ પગલા નહીં, ન્યાય માટે પીડિતોના ધરણા

|

Aug 15, 2021 | 1:59 PM

ડીસા તાલુકાના બલોધર ગામના ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે ભીલડી પોલીસ આરોપીઓની અટકાયત ન કરતી હોવાથી ન્યાય માટે તેઓ ધરણા પર બેઠા છે.

BANASKANTHA : 11 માસ વીતી જવા છતાં બનાસકાંઠાના ડીસામાં લોન કૌભાંડીઓ સામે કોઈ પગલા ન લેવામાં આવતા આખરે ન્યાય માટે પીડિતોને ધરણા – પ્રદર્શન કરવા પડ્યા છે. ડીસા તાલુકાના બલોધર ગામના ગ્રામજનો સાથે લોનના નામે છેતરપિંડી કરવામાં આવી હતી. ખોટા દસ્તાવેજ કરી બલોધર ગામના ગ્રામજનોના નામે લોન લઇ સમગ્ર કૌભાંડ આચરનારાઓ વિરુદ્ધ 11 માસ બાદ પણ કાર્યવાહી ન કરવામાં આવતા આખરે બલોધર ગામના ગ્રામજનોએ કલેકટર કચેરી સામે ધરણા કર્યા હતા. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે ભીલડી પોલીસ આરોપીઓની અટકાયત ન કરતી હોવાથી ન્યાય માટે તેઓ ધરણા પર બેઠા છે.

આ પણ વાંચો : VADODARA : આવાસ યોજના ડ્રો કૌભાંડ અંગે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

Next Video