રશિયા- યુક્રેન યુદ્ધ શરૂ થતાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, દાંતા અને સૂઇગામ તાલુકાના કુલ ૪ વિદ્યાર્થીઓ યુક્રેન (Ukraine) માં ફસાયા છે. યુક્રેનમાં ફસાયેલા બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના આ વિદ્યાર્થીઓના વાલીઓનો અધિકારીશ્રીઓએ સંપર્ક કરી આશ્વાસન આપ્યું પુરૂ પાડ્યું હતુ. પ્રાંત અધિકારીઓ અને નાયબ કલેકટરઓ વિદ્યાર્થીઓના માતા-પિતાને મળીને ત્યાંની પરિસ્થિતિ તથા સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયાસોથી વાકેફ કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે યુક્રેનમાં ફસાયેલા 4 વિદ્યાર્થીઓમાં શિહોરી ગામનાના બે વિદ્યાર્થીઓ આર્ય મુકેશભાઈ શાહ તથા નિસર્ગ ચિરાગભાઈ પટેલના માતા-પિતા તથા પાદર ગામના હાર્દિકભાઈ દઝાભાઈ ચૌધરીના વાલી તથા ખોડા ગામના દુર્ગેશ ભારમલભાઈના ઘરે જઈ અધિકારીઓએ રૂબરૂ મુલાકાત કરી આશ્વાસન આપ્યું હતુ.
યુક્રેનમાં યુધ્ધ ની સ્થિતિ બાદ અનેક ભારતીયો ફસાયા છે. પોતાના સ્વજનો યુધ્ધમાં ફસાયેલા હોવાથી પરિવારજનો ચિંતિત છે. પરિવારજનો માંગ કરી રહ્યા છે કે સરકાર તેમના સ્વજનોને સ્વદેશ પરત લાવવા માટે પ્રયત્નો કરે. જેથી યુધ્ધના માહોલમાંથી તેઓ સકુશળ પરત ફરી શકે.
પોતાના સ્વજનોની ચિંતા કરતાં પરિવારજનોની હૂંફ વધારવા માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા અધિકારીઓને તેમના ઘરે મુલાકાત માટે મોકલવામાં આવ્યા છે. જેથી તેમના દુઃખમાં સહભાગી બની યુક્રેનમાં ફસાયેલા નાગરિકોને પરત લાવવા સરકારના પ્રયત્નોની જાણકારી આપી શકાય.
યુક્રેનમાં પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિને કારણે ફસાઈ પડેલા વડોદરાના છાત્રોના પરિવારજનોની કલેકટરશ્રી અતુલ ગોરે આજે મુલાકાત લીધી હતી અને તેમની પાસેથી ત્યાં રહેલા છાત્રો અંગે જાત માહિતી મેળવી હતી. આજ રીતે અન્ય અધિકારીઓએ પણ યુદ્ધ ઉદ્વિગ્ન પરિવારોને તેમના ઘરે જઈને મળ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
રશિયા- યુક્રેન યુદ્ધ શરૂ થતાં મહેસાણા જિલ્લાના ઘણા વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. યુક્રેનમાં ફસાયેલા જિલ્લાના વિદ્યાર્થીઓના વાલીઓ ખુબ જ ચિંતામાં છે અને તેમના સંતાનોને સલામત રીતે ભારત પાછા લાવવા માટે અધિકારીઓ અને પદાધિકારીઓને આજીજી કરી રહ્યાં છે ત્યારે આવા પરિવરજનોને મહેસાણાના જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આશ્વાસન પુરૂ પડાયું હતું.
આ પણ વાંચો- Ahmedabad: પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનારા સામે AMCની કાર્યવાહી, જાણો કેટલી મિલકતો સીલ કરી