ગેનીબેનનો બફાટ : “કોંગ્રેસના મત માટે ચૂંટણીમાં બુથ પર તલવાર અને કટાર લઇને ઉભા રહેવું પડશે”

|

Nov 15, 2021 | 7:10 PM

Geniben Thakorએ કહ્યું કે કોંગ્રેસના કાર્યકરો બુથ પર તલવાર અને કટાર લઇને ઉભા રહેશે તો જ કોંગ્રેસ તરફી મતદાન થશે.

BANASKANTHA : બનાસકાંઠાના વાવ વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પોતાના નિવેદનને લઇ અવારનવાર ચર્ચામાં રહે છે.ત્યારે ફરી એકવાર પોતાના નિવેદનને લઇ ગેનીબેન ઠાકોર વિવાદમાં ફસાયા છે. દિયોદર ખાતે કોંગ્રેસના એક કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરના નિવેદનથી રાજકારણ ગરમાયું છે.

કાર્યક્રમ દરમિયાન ગેનીબેને કહ્યું કે હવે આગામી ચૂંટણીમાં બુથ પર તલવાર અને કટાર લઇને ઉભા રહેવું પડશે. કોંગ્રેસના કાર્યકરો બુથ પર તલવાર અને કટાર લઇને ઉભા રહેશે તો જ કોંગ્રેસ તરફી મતદાન થશે. વધુમાં તેમણે કહ્યું કે કોંગ્રેસને જીતાડવા માટે હું મારી બેઠક છોડવા માટે પણ તૈયાર છું.

ત્યારે અહીં સવાલ એ છે કે શું એક રાજનેતાને આવી ભાષા શોભે ખરી? મતદાન સમયે બુથ પર શા માટે તલવાર અને કટારની જરૂર પડે? શું આવી રીતે લોકોને ધમકાવીને કોંગ્રેસ તરફી મતદાન કરાવશો? શું કોંગ્રેસના ધારાસભ્યોને પોલીસ તંત્ર પર વિશ્વાસ નથી? શા માટે ચૂંટણી ટાણે જ કોંગ્રેસના ધારાસભ્યો અસુરક્ષિતતાનો અનુભવ કરે છે?

ઉલ્લેખનીય છે કે અગાઉ ગત ઓગષ્ટ મહિનામાં પણ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના એક કાર્યક્રમમાં વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું, “જો કોંગ્રેસની સરકાર બની તો મારે મંત્રી નથી બનવું, પણ વિધાનસભાના ગેટ પાસે ડ્યુટી આપજો. હું ભાજપના એક પણ ધારાસભ્યને વિધાનસભામાં અંદર ઘુસવા નહિ દઉં.”

આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયામાં અનાવરણના 24 કલાકમાં જ મહાત્મા ગાંધીની પ્રતિમા તોડવામાં આવી, ભારતીય સમુદાયમાં રોષ

આ પણ વાંચો : ઊના ખાતે સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કરી હળવી મજાક, એવું શું બોલ્યા સીએમ કે સૌ-કોઇ હસી પડયા

 

Next Video