બનાસકાંઠા : બુટલેગર દારૂ મૂકી, પોલીસની ગાડી લઈને જ થયા ફરાર, પોલીસમાં ખળભળાટ

બનાસકાંઠા જિલ્લામાં બુટલેગરો બેફામ બન્યા છે. બુટલેગરો હવે સામાન્ય માણસ નહી પરંતુ પોલીસ પર પણ હુમલો કરતા ખચકાતા નથી. બુટલેગર પોલીસ ની ગાડી લઈ ફરાર થતાં સમગ્ર જીલ્લા ની પોલીસમાં ખળભળાટ છે. TV9 Gujarati અમીરગઢ પોલીસ મથકના બે પોલીસકર્મીઓ દારૂની ગાડી નો પીછો કરતા હતા. જે દરમ્યાન બુટલેગર દ્વારા ગાડી રોકી સામે થી આત્મસમર્પણ કરવામાં […]

બનાસકાંઠા : બુટલેગર દારૂ મૂકી, પોલીસની ગાડી લઈને જ થયા ફરાર, પોલીસમાં ખળભળાટ
| Edited By: | Updated on: Feb 09, 2019 | 1:11 PM

બનાસકાંઠા જિલ્લામાં બુટલેગરો બેફામ બન્યા છે. બુટલેગરો હવે સામાન્ય માણસ નહી પરંતુ પોલીસ પર પણ હુમલો કરતા ખચકાતા નથી. બુટલેગર પોલીસ ની ગાડી લઈ ફરાર થતાં સમગ્ર જીલ્લા ની પોલીસમાં ખળભળાટ છે.

TV9 Gujarati

અમીરગઢ પોલીસ મથકના બે પોલીસકર્મીઓ દારૂની ગાડી નો પીછો કરતા હતા. જે દરમ્યાન બુટલેગર દ્વારા ગાડી રોકી સામે થી આત્મસમર્પણ કરવામાં આવતા પોલીસ જેવી જ તેને પકડવા ગઈ ત્યારે બની ચોંકાવનારી ઘટના.

અજાણ્યા બુટલેગર દ્વારા પોલીસકર્મીઓની આંખમાં સ્પ્રે મારવામાં આવ્યો. જેથી પોલીસકર્મીઓ સામે અંધારાપટ છવાયું. પોલીસકર્મીઓ જે ખાનગી ગાડીમાં આવ્યા હતા તે ગાડી બુટલેગર લઈ ફરાર થઈ ગયો હતો. જયારે દારૂ ભરેલી ગાડી છોડી બુટલેગર ફરાર થઈ ગયો હતો.

આ સમગ્ર મામલે અમીરગઢ પોલીસે અજાણ્યા બુટલેગર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

[yop_poll id=1255]