Ahmedabad : BRTS બસે એક્ટિવા ચાલકને મારી ટક્કર, ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત

|

Jul 14, 2021 | 11:08 AM

અમદાવાદમાં રોગ સાઈડમાં આવી રહેલી BRTS બસે એક્ટિવા ચાલકને ટક્કર આપી છે. ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે.

અમદાવાદમાં BRTS બસ દ્વારા અકસ્માતના બનાવ અવાર-નવાર છે. આજે સવારે શાસ્ત્રીનગર પાસે BRTS બસે એક્ટિવા ચાલકને ટક્કર મારી છે. એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. નોંધનીય છે કે, BRTS રોગ સાઈડમાં આવી રહી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી.  પરિવારજનોએ મૃતદેહ હટાવવાનો ઇન્કાર કર્યો હતો.  જ્યાં સુધી બસ ચાલક હાજર નહિ કરે ત્યાં મૃતદેહ રોડ પરથી હટાવવાનો પરિવારએ  ઇન્કાર  કર્યો હતો. બાદમાં સમજાવટથી  મૃતદેહનો સ્વીકાર કર્યો હતો.

 

શાસ્ત્રીનગર ચાર રસ્તા પર થયેલા અકસ્માતમાં જલાભાઈ રબારીના પરિવારજનોએ એમની ડેડબોડી સ્વીકારી લીધી છે. પરિવારજનો અને સમાજના લોકોની માંગણી છે કે આ કેસમાં પરિવારને યોગ્ય ન્યાય મળે અને બીઆરટીએસના ચાલક સામે યોગ્ય તે કાનૂની કાર્યવાહી કરવામાં આવે..

ખાનગી હોસ્પિટલમાં ચીફ ઓફ નર્સિંગ સ્ટાફ તરીકે કામ કરતાં મહેન્દ્ર કલાલ જે પ્રત્યક્ષદર્શી છે એમના કહેવા મુજબ બીઆરટીએસ બસ લગભગ સાડા છ વાગે વધુ સ્પીડમાં પસાર થઇ રહી હતી અને એ જ સમયે છાપાઓના ડિસ્ટ્રીબ્યુશનનું કામ કરતા જલાભાઈ રબારી પોતાની એક્ટીવા લઈને પસાર થઇ રહ્યા હતા, અને બીઆરટીએસની ટક્કર વાગતાં ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી અને મૃતક જલાભાઈ રબારીના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચીને જ્યાં સુધી ડ્રાઈવર સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી ડેડબોડી હટાવવાની ના પાડી. ત્યાર બાદ પોલીસની સમજાવટ અને આશ્વાસન બાદપરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો.

Published On - 8:06 am, Wed, 14 July 21

Next Video