અમદાવાદ સહિત રાજ્યમાં નવા વર્ષને આવકારવા યુવાધન હિલોળે ચડ્યું, ઠેર ઠેર ડીજે અને નાઇટ પાર્ટીનું આયોજન

અમદાવાદ શહેરી વિસ્તારમાં કુલ 21 જગ્યાઓ પર મોટાપાયે સેલિબ્રેશનનું આયોજનો કરવામાં આવ્યું છે. અનેક સોસાયટીઓ પણ નવા વર્ષને આવકારવા નાના-મોટા આયોજનો કરવામાં આવ્યા છે. તો બીજી તરફ સુરતમાં પણ નવા વર્ષને આવકારવા માટે ઠેર ઠેર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં યુવા વર્ગ મિત્રો સાથે ન્યુરની ઉજવણી કરી રહ્યા છે.

અમદાવાદ સહિત રાજ્યમાં નવા વર્ષને આવકારવા યુવાધન હિલોળે ચડ્યું, ઠેર ઠેર ડીજે અને નાઇટ પાર્ટીનું આયોજન
| Updated on: Dec 31, 2023 | 11:59 PM

અમદાવાદ સહિત રાજ્યમાં નવા વર્ષને આવકારવા યુવાધન થનગની રહ્યું છે. ત્યારે અમદાવાદમાં પણ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાર્ટી પ્લોટો અને જાણીતી ક્લબોમાં અમદાવાદીઓનો જમાવડો જામ્યો છે. ઠેર ઠેર નાઇટ પાર્ટી અને ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરી વિસ્તારમાં કુલ 21 જગ્યાઓ પર મોટાપાયે સેલિબ્રેશનનું આયોજનો કરવામાં આવ્યું છે. અનેક સોસાયટીઓ પણ નવા વર્ષને આવકારવા નાના-મોટા આયોજનો કરવામાં આવ્યા છે. ખાસ કરીને એસ.જી.હાઇવે અને સિંધુભવન રોડ સહિત એસ.પી. રિંગરોડ ઉપર DJ પાર્ટીનું આયોજન કરાયું છે. જેમાં લેસર, ડાર્ક લાઈટ, ફાયર ડ્રમ, વોટર ડ્રમ ફેમસ થીમ પર યુવાઓ DJના તાલે ઝૂમી રહ્યા છે.

તો બીજી તરફ સુરતમાં પણ નવા વર્ષને આવકારવા માટે ઠેર ઠેર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં યુવા વર્ગ મિત્રો સાથે ન્યુરની ઉજવણી કરી રહ્યા છે. 31 ડિસેમ્બરની સાથે રવિવારની રજાથી ન્યુયરની પાર્ટી બમણાઇ છે. તો રાજકોટમાં પણ લોકો ડીજેના તાલે નવા વર્ષને આવકારવા થનગની રહ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 11:55 pm, Sun, 31 December 23