AHMEDABAD : ખેડૂતો માટે રાહતના સમાચાર, સિંચાઈ માટે ફતેહવાડી કેનાલમાં સાબરમતીનું પાણી છોડાયું

|

Aug 27, 2021 | 4:50 PM

ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં 578 ક્યુસેક પાણીની આવક થઈ હતી.જેના પગલે ફતેહવાડી કેનાલમાં સાબરમતીનું 510 ક્યુસેક પાણી છોડાયું છે.

AHMEDABAD : અમદાવાદ જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. અમદાવાદ જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે ફતેહવાડી કેનાલમાં સાબરમતી નદીનું પાણી છોડવામાં આવ્યું છે.ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં 578 ક્યુસેક પાણીની આવક થઈ હતી.જેના પગલે ફતેહવાડી કેનાલમાં સાબરમતીનું 510 ક્યુસેક પાણી છોડાયું છે. ફતેહવાડી કેનાલમાંથી છોડાયેલા પાણીથી અમદાવાદ જિલ્લાના સાણંદ, ધોળકા, બાવળા અને ધંધુકા તાલુકાને સિંચાઈલક્ષી પાણી મળી રહેશે.

ગુજરાત સરકારે 27 જુલાઈના રોજ ફતેવાડી અને ખારીકટ કેનાલમાં પાણી છોડવાનો નિર્ણય લીધો હતો. પાણીના અભાવે ડાંગરની ખેતી પ્રભાવિત થઈ રહી હતી. આ કેનાલોમાં પાણી છોડવા અંગે ખેડૂતોએ ગાંધીનગર લોકસભાના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ રજુઆત કરી હતી. સરકાર દ્વારા આ કેનાલોમાં પાણી છોડવામાં આવતા લેતા સાણંદ, ધોળકા અને ધંધુકાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહેશે.

ગત જુલાઈ મહિનામાં ફતેવાડી કેનાલમાં પાણી છોડવાની ખેડૂતોએ માંગ કરી હતી. વરસાદ ખેંચાતા ડાંગરના પાકને સિંચાઇના પાણીની જરૂરિયાત ઉભી થઇ હતી. અમદાવાદ જિલ્લામાં વરસાદ પડ્યો નથી તેમજ ખેડૂતોને પાણી ન મળતા ફતેવાડી કેનાલના આસપાસના ગામોમાં ડાંગરનો પાક સુકાઈ રહ્યો હોવાનો ખેડૂતોએ દાવો કર્યો હતો. તેમજ ફતેવાડી કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતો એકત્ર થયા હતા.

આ પણ વાંચો : Railway Good News: : 56 ટ્રેનને લઈ રેલવેએ આપ્યા ગુડ ન્યૂઝ, યુપી બિહારથી લઈ દિલ્હી પંજાબ અને ગુજરાત-મહારાષ્ટ્રનાં લોકોને પણ થશે ફાયદો

આ પણ વાંચો : RAJKOT : વીરપુર જલારામ મંદિર જન્માષ્ટમીના તહેવાર દરમિયાન 6 દિવસ બંધ રહેશે

Next Video