AHMEDABAD : શહેરમાં કોલેરાના કેસોમાં ચિંતાજનક વધારો, જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં કોલેરાના 59 કેસ નોંધાયા

|

Aug 10, 2021 | 9:50 AM

Cholera Cases in Ahmedabad : કોલેરાનો સૌથી વધુ કેર લાંભા અને મણિનગરમાં છે. લાંભામાં સૌથી વધુ 24 કેસ છે, જ્યારે મણિનગરમાં 12 કેસ નોંધાયા છે.

AHMEDABAD : શહેરમાં કોલેરાના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. અમદાવાદમાં ચાલુ વર્ષે સૌથી ગંભીર ગણાતા કોલેરાના 59 કેસ નોંધાયા છે.આટલી મોટી સંખ્યામાં કોલેરાના કેસ પહેલીવાર નોંધાયા છે.આશ્ચર્યની વાત એ છે કે કોર્પોરેશન દ્વારા એકપણ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં નથી આવ્યો.આ કેસ કયા સમયગાળામાં નોંધાયા છે તે બાબત પણ ખાનગી રાખવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, કોલેરાનો સૌથી વધુ કેર લાંભા અને મણિનગરમાં છે. લાંભામાં સૌથી વધુ 24 કેસ છે, જ્યારે મણિનગરમાં 12 કેસ નોંધાયા છે.આ વિસ્તારોમાં સૌથી વધુ પ્રદૂષિત પાણી આવતું હોવાનું સાબિત થઈ ગયું છે.

આ પણ વાંચો : PM MODI VISIT GUJARAT : 5 સપ્ટેમ્બરે PM MODI આવશે ગુજરાત, 8 હજાર કરોડના સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટને લોન્ચ કરશે

આ પણ વાંચો : GUJARAT : 15 ઓગષ્ટથી BJPની રાજ્યવ્યાપી જન આશીર્વાદ યાત્રા, જે.પી.નડ્ડા સહીત ગુજરાતના કેન્દ્રીય મંત્રીઓ યાત્રામાં જોડાશે

Next Video