Ahmedabad : સરખેજ ફતેવાડીમાં તંત્રનું ડિમોલેશન, સાફાન પાર્કમાં ગેરકાયદેસર દબાણ હટાવાયું

|

Jun 08, 2021 | 8:22 PM

Ahmedabad : ગેરકાયદેસર બાંધકામો હટાવીને તંત્રએ દબાણકારો સામે લાલ આંખ કરી હતી. સરખેજના ફતેવાડીમાં AMCની ચાર અલગ અલગ ટીમે આ કામગીરી હાથ ધરી હતી.

Ahmedabad : અમદાવાદ સરખેજ ફતેવાડીમાં તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાફાન પાર્કમાં મોટા પાયે ગેર કાયદેસર દબાણ હટાવાયું હતું.

110 રહેણાક અને દુકાનો 20 કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. ગેરકાયદેસર બાંધકામ સામે કોર્પોરેશન મુહિમ ચલાવી રહી છે. ભુમાફિયાઓએ કરેલા દબાણો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ કોર્પોરેશન દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાશે. આમ આ રીતે ગેર કાયદેસર બાંધકામો હટાવીને તંત્રએ દબાણકારો સામે લાલ આંખ કરી હતી.

સરખેજના ફતેવાડીમાં AMC ની ચાર અલગ અલગ ટીમે આ કામગીરી હાથધરી હતી. શહેરમાં ગેરકાયદેસર બાંધકામ સામે તંત્ર મુહિમ ચલાવી રહ્યું છે. 110 રહેણાક અને 20 દુકાનો તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં પણ આ કામગીરી ચાલુ રહેશે તેવું જાણવા મળ્યું છે.

Next Video