Ahmedabad : .પૂત્ર પરની આફતને અવગણીને, કમાન્ડોએ બે વ્યક્તિના જીવ બચાવ્યા

|

Aug 01, 2021 | 2:46 PM

અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરોમાં(Ahmedabad Anti-Corruption Bureau) કમાન્ડોએ પુત્ર પર આવેલી આફતને ભૂલીને 2 વ્યક્તિઓના જીવ બચાવ્યા છે.

Ahmedabad : .પૂત્ર પરની આફતને અવગણીને, કમાન્ડોએ બે વ્યક્તિના જીવ બચાવ્યા
ACB Commando saved the lives of 2 persons

Follow us on

ડિજિટલ યુગમાં મોટાભાગના લોકો મુશ્કેલીમાં મુકાયેલા વ્યક્તિઓની મદદ કરવાની બદલે તેના વિડિઓ ઉતરતા હોય છે ત્યારે અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરોમાં(Ahmedabad Anti-Corruption Bureau) કમાન્ડો તરીકે ફરજ બજાવતા ઘનશ્યામસિંહે તેમના પુત્ર પર આવેલી આફત ને ભૂલીને એક જ દિવસમાં 2 વ્યક્તિઓના જીવ બચાવીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે.

ઘનશ્યામસિંહ જાડેજા એન્ટી કરપશન બ્યુરોમાં જોઈન્ટ ડાયરેકટરના કમાન્ડો તરીકે ફરજ બજાવે છે અને શુક્રવારે તેમના 8 વર્ષના પુત્ર જે ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે તેમને સારવાર અપાવી ઘરે જઈ રહ્યા હતા ત્યારે ભાટ ગામ પાસે આવેલી નર્મદા કેનાલ પાસે ટોળું વળેલું જોતા ગાડી ઉભી રાખીને શા માટે ટોળું વળ્યું છે તેની તપાસ કરી તો જાણવા મળ્યું કે કોઈ આધેડે જીવ ટૂંકાવવા માટે નદીમાં ઝંપલાવ્યું છે. અને તે આધેડ હજુ જીવી રહ્યા છે પરંતુ ત્યાં ટોળે વળેલા કોઈ તેમને બચાવવાનો પ્રયાસ નથી કરી રહ્યા.

ઘનશ્યામસિંહે તરત જ કોઠા સુજ વાપરી તેમની ગાડીમાં પડેલ પક્કડથી નર્મદા કેનાલ પર તારની કરવામાં આવેલી ફેનસિંગને તોડી નાખી. અને ટોળે વળેલા વ્યક્તિઓની મદદ માંગી નદીમાં ડૂબેલા આધેડને બચાવી તેને પંપિંગ કરીને શરીરમાં ગયેલું પાણી બહાર કાઢીને પ્રાથમિક સારવાર આપી હતી ત્યારબાદ ઘનશ્યામસિંહ તેમના પુત્રને ઘરે મુકવા ગયા.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

પુત્રને ઘરે મૂકીને ઘનશ્યામસિંહ જ્યારે ACB ઓફિસ શાહીબાગ આવી રહ્યા હતા ત્યારે ભાટ ગામ પાસે નર્મદા કેનાલ પર એ જ જગ્યાએ ફરીથી કોઈ વ્યક્તિએ ઝંપલાવ્યું હતું ઘનશ્યામસિંહ તરવામાં નિષ્ણાત હોવાને કારણે નદીમાં કુદેલા વૃદ્ધને બહાર કાઢીને પ્રાથમિક સારવાર આપ્યા બાદ સ્થાનિક પોલીસને સમગ્ર ઘટના અંગે જાણ કરી. તપાસ કરતા માલુમ પડ્યું કે વૃદ્ધની ઉંમર 84 વર્ષની છે અને તેમને શ્વાસની બિમારી હોવાને કારણે કંટાળી ને જિંદગી ટૂંકાવવા માટે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું.

એક જ દિવસમાં 2 વ્યક્તિઓનો જીવ બચાવવા માટે ઘનશ્યામસિંહે તેમના બીમાર પુત્ર કે અન્ય કોઈ બાબતે વિચાર્યા વિના જ 2 વ્યક્તિના જીવ બચાવવા બદલ ACB દ્વારા ઘનશ્યામસિંહની કામગીરી બિરદાવવામાં આવી  હતી. કમાન્ડો ઘનશ્યામસિંહ દ્વારા કરવામાં આવેલી કામગીરી બદલ ACB દ્વારા પ્રાઈમ મિનિસ્ટર પોલીસ મેડલ ફોર લાઈફ સેવિંગ માટે પણ ભલામણ કરાશે.

આ પણ વાંચો : Ahmedabad એરપોર્ટ પરથી મુંબઈ અને દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઇટો 31 ઓગષ્ટ સુધી રદ

આ પણ વાંચો :  Gujarat સરકારની 5 વર્ષની ઉજવણી પર લાગ્યું પરિવર્તનનું ગ્રહણ ?

Next Article