કપિલ શર્માના શોમાં માત્ર હસાવવા માટે અર્ચના પૂરણ સિંહને મળે છે જોરદાર રકમ, સાંભળીને આશ્ચર્ય થશે

શું તમે જાણો છો કે કપિલના શોમાં જજની ખુરશી પર બેસવા માટે અર્ચના પૂરણ સિંહ (Archana Puran Singh Fees) કેટલા પૈસા લે છે? ચાલો જણાવીએ આ વિશે.

કપિલ શર્માના શોમાં માત્ર હસાવવા માટે અર્ચના પૂરણ સિંહને મળે છે જોરદાર રકમ, સાંભળીને આશ્ચર્ય થશે
Archana Puran singh
| Updated on: May 12, 2021 | 4:20 PM

ધ કપિલ શર્મા શોમાં (The Kapil Sharma Show) જોવા મળતી અભિનેત્રી અર્ચના પૂરણ સિંહ આ શોમાં તેના હાસ્ય માટે ખૂબ પ્રખ્યાત છે. આ શોમાં અર્ચના ઉપર ઘણા જોક્સ બોલવામાં આવે છે, ત્યારે પણ તે ખૂબ જોરથી હસતી અને હસાવતી જોવા મળે છે. આ શોમાં નવજોત સિંહ સિધ્ધુ જજની ખુરશી પર બેસતા હતા, પરંતુ હવે તેમની જગ્યાએ ફિલ્મ અને ટીવી જગતની પ્રખ્યાત અર્ચના પૂરણ સિંહ જોવા મળે છે.

શું તમે જાણો છો કે કપિલના શોમાં જજની ખુરશી પર બેસવા માટે અર્ચના પૂરણ સિંહ (Archana Puran Singh Fees) કેટલા પૈસા લે છે? જો તમને આ ખબર પડશે તો તમને પણ આશ્ચર્ય થશે. હા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમને એક એપિસોડમાં હસાવવા માટે 10 લાખ રૂપિયા મળે છે. જી હા અર્ચના આટલી મોટી રકમ લે છે. એટલું જ નહીં શોમાં કામ કરનાર દરેક એક્ટર ઘણી ફી લે છે.

તમને જણાવી દઈએ કે અહેવાલો અનુસાર વર્ષ 2021 માં અર્ચના પુરણ સિંહની (Archana Puran Singh Net Worth 2021) નેટ વર્થ કુલ સંપત્તિ 220 કરોડ છે. આ સાથે મુંબઈના મડ આઇલેન્ડમાં અર્ચનાનો એક ભવ્ય બંગલો પણ છે. નોંધનીય છે કે અર્ચનાએ 1993 માં ઝી ટીવી શો વાહ ક્યા સીન હૈ સાથે ટેલિવિઝન કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમનો શો તે વર્ષે સુપરહિટ શો સાબિત થયો હતો, ત્યારબાદ તેણે જાને ભી દો પારો, શ્રીમાન-શ્રીમતી શો પણ કર્યો.

 

કપિલ શર્મા શો ખુબ જ પ્રખ્યાત છે. તેમાં અનેક કલાકારો કામ કરે છે. અને તેઓ એવા જોક્સ મારતા હોય છે કે અને તેના પર અર્ચના પૂરણ સિંહ જોરદાર ઠહાકા લગાવીને હસતી હોય છે. તેના આવા અનોખા હાસ્ય પર પણ કપિલ તેની મજાક ઉડાવતો હોય છે. આ શો લોકોમાં ખુબ પ્રખ્યાત છે.

 

આ પણ વાંચો:  ખરેખર ગાયનું છાણ અને-ગૌમૂત્ર બચાવે છે કોરોનાથી? જાણો શું કહેવું છે ડોક્ટર્સનું

આ પણ વાંચો: પીઝા પાર્ટીમાં રિસેપ્શનિસ્ટને ન બોલાવવું બોસ પડી ગયું મોંઘુ, વળતરમાં ચુકવવા પડ્યા આટલા લાખ રૂપિયા