વિવેક ઓબરોયે PM મોદીની બાયોપિક પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ પર કર્યો ક્ટાક્ષ, રાહુલ ગાંધીને આ ફિલ્મ જરૂરથી ગમશે કારણ કે તેઓ પણ દેશભક્ત છે

|

Apr 03, 2019 | 11:59 AM

લોકસભા ચૂંટણી-2019 નજીકમાં છે ત્યારે PM નરેન્દ્ર મોદી પર આવનારી બાયોપિક ફિલ્મ (PM નરેન્દ્ર મોદી)ના રિલીઝ ન કરવા કોંગ્રેસની અરજીને ચૂંટણી આયોગે ફગાવી દીધી છે. ત્યારે મોદી ફિલ્મના અભિનેતા વિવેક ઓબરોયે જણાવ્યું હતું કે, મને એ વાતની ખબર નથી પડતી કે, ઘણાં લોકો તેના પર ઓવર રિએક્ટ કેમ કરી રહ્યા છે? વિવેક ઓબરોયે વધુમાં કોંગ્રેસ […]

વિવેક ઓબરોયે PM મોદીની બાયોપિક પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ પર કર્યો ક્ટાક્ષ, રાહુલ ગાંધીને આ ફિલ્મ જરૂરથી ગમશે કારણ કે તેઓ પણ દેશભક્ત છે

Follow us on

લોકસભા ચૂંટણી-2019 નજીકમાં છે ત્યારે PM નરેન્દ્ર મોદી પર આવનારી બાયોપિક ફિલ્મ (PM નરેન્દ્ર મોદી)ના રિલીઝ ન કરવા કોંગ્રેસની અરજીને ચૂંટણી આયોગે ફગાવી દીધી છે. ત્યારે મોદી ફિલ્મના અભિનેતા વિવેક ઓબરોયે જણાવ્યું હતું કે, મને એ વાતની ખબર નથી પડતી કે, ઘણાં લોકો તેના પર ઓવર રિએક્ટ કેમ કરી રહ્યા છે?

વિવેક ઓબરોયે વધુમાં કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીને કહ્યું કે, આટલાં મોટાં વકીલ થઈને એક સામાન્ય ફિલ્મ પર જાહેરહિતની અરજી કરીને પોતાનો સમય કેમ બગાડી રહ્યા છે. તેણે કટાક્ષ કરતાં કહ્યું કે, આ લોકો ફિલ્મથી ડરી રહ્યા છે કે ચોકીદારના દંડાથી?

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ પણ વાંચો : ઓપરેશન ભારતવર્ષમાં દિલ્હીના ભાજપ સાંસદની ખુલી પોલ, નોટબંધી અને જીએસટી પર શું કહ્યું ઉદિત રાજે ?

આ ફિલ્મ શુક્રવારના રોજ રિલીઝ થવાની છે. ત્યારે ફિલ્મ વિશે વિવેકે વધુમા કહ્યું કે, આ ફિલ્મમાં અમે મોદીને વધારી-ચઢાવીને દર્શાવ્યા નથી. તેઓ પહેલાથી જ વિશાળ વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ પહેલાથી જ એક હીરો છે, તેઓ ફ્કત મારા માટે જ નહી પરંતુ આખા દેશ માટે રોલ મોડલ છે. માટે જ અમે લોકોએ તેમની પ્રેરણાદાયી કહાનીને પડદા પર રજુ કરવાનું વિચાર્યુ હતું.

આ ફિલ્મને લોકસભા ચૂંટણી પછી રિલીઝ કરવામાં આવે તેવી કોંગ્રેસે માગણી કરી હતી, પરંતુ ચૂંટણીપંચે તેમની અરજીને ફગાવી દીધી હતી. આથી ફિલ્મને નક્કી કરેલી તારીખ 5 એપ્રિલ શુક્રવારના રોજ રિલીઝ કરવામાં આવશે. વિવેકે અંતમાં કહ્યું કે આ ફિલ્મ રાહુલ ગાંધી જોશે તો તેમને ચોક્કસથી ગમશે, કારણ કે તે પણ એક દેશભક્ત છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:59 am, Wed, 3 April 19

Next Article