સુશાંતની જગ્યાએ હવે આ અભિનેતા ‘પવિત્ર રિશ્તા 2.0’ માં બનશે માનવ, અંકિતા લોખંડે સાથે કરશે કામ

2014 સુધી ચાલેલો પવિત્ર રિશ્તા શો બીજી સીઝન તરીકે રજૂ થવા જઇ રહ્યો છે. શોની બીજી સિઝન અંગે ઘણા સમયથી વાત કરવામાં આવી રહી છે. જાણો આ શોમાં માનવ તરીકે કોણ ભજવશે ભૂમિકા.

સુશાંતની જગ્યાએ હવે આ અભિનેતા પવિત્ર રિશ્તા 2.0 માં બનશે માનવ, અંકિતા લોખંડે સાથે કરશે કામ
પવિત્ર રિશ્તા (File Image)
| Updated on: Jun 15, 2021 | 3:29 PM

વર્ષ 2009 માં જીટીવીના પ્રખ્યાત પવિત્ર રિશ્તા શોની શરૂઆત થઈ. આ શોએ સફળતાના અનેક શિખરો વટાવી દીધા હતા. સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડેએ આ શોથી લીડ રોલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. સુશાંત આ શોમાં માનવની ભૂમિકા ભજવતા હતા. અને અંકિતા અર્ચના તરીકે દરેક હૃદયમાં પહોંચી. બંનેને આ શોથી જ સફળતા મળી હતી. હવે આ શો ફરી એકવાર નવા સ્વરૂપમાં રજૂ થવા જઈ રહ્યો છે.

મિડલ ક્લાસ પરિવારની આ વાર્તાએ દરેકના દિલમાં અલગ જગ્યા બનાવી લીધી હતી. શોમાં બે વર્ષ કામ કર્યા બાદ સુશાંત બોલીવુડ તરફ વળ્યા અને ટીવીને બાય બાય કહી દીધું હતું. આ બાદ શોમાં માનવના રોલમાં હિતેન તેજવાની જોવા મળ્યા હતા. હવે ફરીથી શો જ્યારે બનવા જી રહ્યો છે ત્યારે સૌને જાણવાની ઈચ્છા છે કે માનવ તરીકે શોમાં કોણ જોવા મળશે.

શહીર ભજવશે માનવનું પાત્ર

2014 સુધી ચાલેલો પવિત્ર રિશ્તા શો બીજી સીઝન તરીકે રજૂ થવા જઇ રહ્યો છે. શોની બીજી સિઝન અંગે ઘણા સમયથી વાત કરવામાં આવી રહી છે. પરંતુ તે જાણી શકાયું નથી કે માનવની ભૂમિકા કોણ ભજવશે. પરંતુ હવે ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ પવિત્ર રિશ્તા 2.0 શો શરૂ થવાનો છે અને ટીવી અભિનેતા શહિર શેઠ માનવનું પાત્ર ભજવશે.

જી હા અહેવાલો અનુસાર આ શોમાં શહીર અને અંકિતાનો જોડી જોવા મળશે. જોકે મેકર્સે આ વાતની જાહેરાત નથી કરી કે માનવ તરીકે કોણ અભિનય કરશે. શહીરની વાત કરીએ તો તેઓ તેમના શો કુછ રંગ પ્યાર કે એસે ભીની આગળની સિઝનનું શૂટિંગ કરી રહ્યા છે. આવામાં તેમના ફેન્સ માટે આ મોટા સમાચાર છે.

 

તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતની પુણ્યતિથિને હાલમાં જ એક વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે તેમના ફેન્સે તેમને ખુબ યાદ અને શ્રદ્ધાંજલિ પાઠવી છે. ઉપરાંત જસ્ટિસ ફોર સુશાંતની પણ માંગ ફરીથી ટ્રેન્ડમાં આવી છે. શહીર પણ ખુબ પસંદ કરવામાં આવતા અભિનેતાઓમાં એક છે.

 

આ પણ વાંચો: શું વાત છે! Taarak Mehta સિરિયલ પર હવે બનશે ફિલ્મ! જાણો શું કહ્યું શોના નિર્માતા અસિત મોદીએ

આ પણ વાંચો: Big News: અક્ષય કુમારના ફેન્સ માટે મોટા સમાચાર, ‘બેલબોટમ’ આ દિવસે થિયેટરોમાં થશે રિલીઝ

Published On - 2:23 pm, Tue, 15 June 21