
દયાભાભી એટલે કે દિશા વાકાણી ભલે કેટલાક વર્ષોથી શોમાં જોવા નથી મળતી. પરંતુ આજે પણ લોકોના દિલોમાં રાજ કરે છે દિશા. આ તેમની બાળપણની તસ્વીર છે. જેમાં તેઓ ખુબ ક્યુટ લાગી રહ્યા છે.

એક્સપ્રેશન કિંગ જેઠાલાલ ઉર્ફ દિલીપ જોશીના જવાની ની તસ્વીર જોઇને તમે ઓળખી પણ નહીં શકો. તેઓ ખુબ સિનીયર અભિનેતા છે. તેમની જવાનીની આ તસ્વીર ખુબ વાયરલ થાય છે. જેમાં તેઓ કાઉબોય અંદાજમાં જોવા મળે છે,

જેનીફર મિસ્ત્રી એટલે કે રોશનભાભી. તેમની ઉંમર ભલે વધી છે પરંતુ તેમની ચમકમાં સહેજ ફેર નથી. નાના વાળની સ્ટાઈલમાં પણ તેઓ એવા જ લાગતા હતા જેવા અત્યારે દેખાય છે.

ડો.હાથીનું પાત્ર ભજવનાર નિર્મળ સોની બાળપણમાં ખુબ ક્યુટ લાગતા હતા. બાળપણમાં પણ તેમનું વજન વધુ જ હતું. તમે બાળપણની તસ્વીર જોઇને પણ ઓળખી જશો કે આ ડો. હાથી જ છે.

કોમલ ભાભીની ભૂમિકા નિભાવનાર અંબિકા રાજનકરની તસવીર પણ ઘણી જૂની છે. તેમના ચહેરામાં બહુ પરિવર્તન આવ્યું નથી, પરંતુ તેમણે વજન ચોક્કસ વધારી દીધું છે. અંબિકા શોમાં ડો. હાથીની પત્નીની ભૂમિકા નિભાવશે.

ઘરે ઘરે બબીતા જી તરીકે જાણીતા મુનમુન દત્તા બાળપણથી જ સુંદર અને પ્રતિભાશાળી છે. તેમની આ તસવીર તેનો પુરાવો છે. તેમના બાળપણની આ તસવીરમાં મુનમૂન હાર્મોનિયમ વગાડતા જોવા મળે છે.

સોનાલીકા જોશી ભીડેની પત્ની, માધવી ભાભીની ભૂમિકા ભજવી રહ્યા છે, તે દરેકના પ્રિય છે. લોકો તેમના અથાણા અને પાપડને ભૂલી શકતા નથી. તેમની બાળપણની તસ્વીરમાં પણ તે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.

શિક્ષક અને સેક્રેટરી આત્મારામ ભીડેની ભૂમિકા ભજવનારા મંદાર ચાંદવાડકર પણ તેમની યુવાનીમાં કોઈ હીરોથી ઓછા ન હતા. તેમનો ફોટો જોતા તમને લાગશે કે તેમની યુવાનીના દિવસોમાં તેમના વાળ ખૂબ જ જાડા હતા.

તારક મહેતાની ભૂમિકા નિભાવનારા શૈલેષ લોઢા એટલે કે જેઠાલાલના ફાયર બ્રિગેડ. શૈલેષ વાસ્તવિક જીવનમાં કવિ છે અને તે શોમાં લેખક જ બન્યા છે. શૈલેષના જૂના ફોટામાં તે ખૂબ જ સ્માર્ટ લાગે છે. આ ફોટો તેમના કોલેજના દિવસોનો છે.

પોપટલાલની ભૂમિકા ભજવતા શ્યામ પાઠક, યુવાનીમાં અત્યાર જેટલા જ પાતળા હતા. પરંતુ તેમની આ તસ્વીરથી લાગે છે કે તે એકદમ ફેશનેબલ હતા. સાથે ઘણા અપ-ટૂ-ડેટ રહેતા હતા.