“યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ” શો થઈ જશે બંધ ? ઓછી ટીઆરપીને કારણે મળી નોટિસ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્ટાર પ્લસ ચેનલે સિરિયલના નિર્માતાઓને કડક ચેતવણી આપી છે કે તે શોની ઘટી રહેલી ટીઆરપીમાં વધારો કરે અથવા શો બંધ કરે. જોકે, મેકર્સે આ ચર્ચાઓ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. હવે શોની લીડ એક્ટ્રેસ સમૃદ્ધિ શુક્લાનું નિવેદન સામે આવ્યું છે. તેણે ચેનલ તરફથી નોટિસ મળતા શો બંધ થઈ જશે ની ચર્ચા પર ખુલીને વાત કરી છે.

યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ શો થઈ જશે બંધ ? ઓછી ટીઆરપીને કારણે મળી નોટિસ
Star Plus show Yeh Rishta Kya Kehlata Hai has been close
| Updated on: Dec 13, 2023 | 11:23 AM

સ્ટાર પ્લસનો શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. પરંતુ હવે લાગે છે કે આ સૌથી લાંબા સમય સુધી ચાલતા શો હવે બંધ થવાની કગાર પર આવી ગયો છે. ત્યારે એવી અટકળો ચાલી રહી છે કે સુપરહિટ શો હવે લોકોને બોર કરી રહ્યો છે. ઓછી ટીઆરપીના કારણે ચેનલે શો બંધ કરવાની નોટિસ આપવામાં આવી હોવાની માહિતી પણ મળી રહી છે ત્યારે શું ખરેખર શો બંધ થઈ જશેનું ફેન્સ જાણવા ઉત્સુક છે.

શો થશે જશે બંધ?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્ટાર પ્લસ ચેનલે સિરિયલના નિર્માતાઓને કડક ચેતવણી આપી છે કે તે શોની ઘટી રહેલી ટીઆરપીમાં વધારો કરે અથવા શો બંધ કરે. જોકે, મેકર્સે આ ચર્ચાઓ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. હવે શોની લીડ એક્ટ્રેસ સમૃદ્ધિ શુક્લાનું નિવેદન સામે આવ્યું છે. તેણે ચેનલ તરફથી નોટિસ મળતા શો બંધ થઈ જશે ની ચર્ચા પર ખુલીને વાત કરી છે.

શું કહ્યું અભિનેત્રીએ ?

મીડિયા રિપોર્ટ મુજબ એક ઈન્ટવ્યૂમાં અભિનેત્રીએ કહ્યું કે શો બંધ કરવા અંગેની પોસ્ટમાં તેને ટેગ કરવામાં આવી રહી છે. પરંતુ તે જાણતી નથી કે આમાં કેટલું સત્ય છે. સમૃદ્ધિએ કહ્યું છે કે જ્યાં સુધી અમને આ અંગે કોઈ સત્તાવાર સૂચના નહીં મળે ત્યાં સુધી હું તેને માત્ર અફવા જ કહીશ. મને નથી લાગતું કે આ શો બંધ થશે. સોશિયલ મીડિયા પર ઘણી ખોટી અફવાઓ વહેતી રહે છે. અમારા શો સાથે પણ આવું થઈ રહ્યું છે. અત્યાર સુધી નિર્માતાઓએ અમને આવી કોઈ માહિતી આપી નથી. સમૃદ્ધિના આ નિવેદનથી સિરિયલના ચાહકોમાં નવી આશા જાગી છે કે શો ઓફ એર નહીં થાય.

ચોથી પેઢીમાં નથી કરી રહી કમાલ?

થોડા સમય પહેલા ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં ચોથી જનરેશન આવી છે. પોસ્ટ-લીપ સ્ટોરી અને તેની સ્ટારકાસ્ટ લોકોને આકર્ષી શકી નથી. ચાહકો જૂના સ્ટાર્સને મિસ કરી રહ્યા છે. લોકો નવા સ્ટાર્સને ટ્રોલ કરી રહ્યા છે. તેની ટીઆરપી પણ ઘટી રહી છે. સમૃદ્ધિ અને સ્નેહઝાદા ઉપરાંત, નવી સ્ટાર કાસ્ટમાં શ્રુતિ રાવત, સંદીપ રાજોરા, શ્રુતિ ઉલ્ફત, અનિતા રાજ, ઋષભ જયસ્વાલનો સમાવેશ થાય છે. આ શોએ ઘણા સ્ટાર્સ બનાવ્યા છે. હિના ખાન, કરણ મહેરા, શિવાંગી જોશી, મોહસીન ખાન, પ્રણાલી રાઠોડ જેવા નવા ચહેરાઓનું નસીબ બનાવ્યું છે.

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ટીવી ઈન્ડસ્ટ્રીના સૌથી લાંબા સમય સુધી ચાલતા શોમાં સામેલ છે. તેને રાજન શાહીના પ્રોડક્શન બેનર હેઠળ બનાવવામાં આવી છે. સિરિયલનો પ્રથમ એપિસોડ 12 જાન્યુઆરી 2009ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હતો. 14 વર્ષમાં શોના 3622 એપિસોડ જોવાયા છે. દર્શકોનો આ પ્રિય શો બંધ થશે કે ચાલુ રહેશે તે જોવું રહ્યું.

Published On - 9:09 am, Wed, 13 December 23