મૂડીથી વ્હાલું વ્યાજ: નાના રણધીરે ભૂલથી પોસ્ટ કરી દીધો કરીના-સૈફના બીજા દીકરાનો ફોટો, પછી કર્યો ડિલીટ

કરીના અને સૈફના બીજા બાળકની તસ્વીર ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે. માહિતી અનુસાર નાના રણધીર કપૂરે ભૂલમાં આ ફોટો શેર કર્યો હતો. બાદમાં ડિલીટ કરી દીધો હતો.

મૂડીથી વ્હાલું વ્યાજ: નાના રણધીરે ભૂલથી પોસ્ટ કરી દીધો કરીના-સૈફના બીજા દીકરાનો ફોટો, પછી કર્યો ડિલીટ
(File Image)
| Updated on: Apr 06, 2021 | 1:14 PM

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાને હજી સુધી મીડિયા અને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના બીજા બાળકની કોઈ ઝલક આપી નથી. પરંતુ લાગે છે કે નાના રણધીર કપૂરથી આ બાબતે ધીરજ રખાઈ નથી. તેમણે આકસ્મિક રીતે ઇન્સ્ટાગ્રામ પર સૈફ અને કરીનાના બીજા પુત્રની તસવીર લીક કરી દીધી છે. જો કે, રણધીર કપૂરે તુરંત જ તસ્વીરને ડિલીટ કરી દીધી હતી.

ફોટો ડિલીટ થતા પહેલા ફેન્સે સ્ક્રીનશોટ લીધો

વાત જાણે એમ છે કે રણધીર કપૂરે તેના પૌત્રના બે ફોટોગ્રાફ્સનો કોલાજ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર અપલોડ કર્યો. પરંતુ એવું લાગે છે કે રણધીર કપૂરે આ ફોટો આકસ્મિક રીતે સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. કારણ કે તેણે થોડી મિનિટોમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તે તસ્વીરને પણ ડિલીટ કરી દીધી હતી. પરંતુ તેમના ફેન્સ પણ ઓછા હોંશિયાર નથી, તેમણે રણધીર કપૂર તસવીર ડિલીટ કરે તે પહેલા સ્ક્રીનશોટ પણ લઇ લીધા હતા. હવે આ તસવીરો ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહી છે.

 

ફોટો થયો વાયરલ

કરીના કપૂરે પણ પુત્ર સાથે એક તસવીર શેર કરી હતી

આ પહેલા કરીના કપૂરે પણ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના નવજાત બાળક સાથેની પોતાની એક તસવીર શેર કરી હતી. જોકે તેણે વર્ચુઅલ દુનિયામાં પોતાના બીજા બાળકના ચહેરાની ઝલક પણ આપી નહોતી. તમને જણાવી દઈએ કે કરીનાએ 21 ફેબ્રુઆરીએ તેના બીજા બાળકને જન્મ આપ્યો હતો. કરીનાને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. કરીના અને સૈફના મોટા પુત્રનું નામ તૈમૂર છે. તૈમૂરનો જન્મ 2016 માં થયો હતો.

તમને જણાવી દઈએ કે કરીનાના બીજા બાળકનું નામકરણ હજી બાકી છે. તે જ સમયે, અભિનેત્રીના એક નજીકના વ્યક્તિએ જાહેર કર્યું છે કે સૈફ અને કરીનાના બીજા બાળકના નામકરણમાં ખૂબ ઓછા લોકોને આમંત્રણ આપવામાં આવશે. ખરેખર, કરીના અને સૈફ નથી ઇચ્છતા કે મહામારીના કારણે વધુ લોકો શામેલ થાય અને પરેશાન થાય.

Published On - 1:10 pm, Tue, 6 April 21