Sholay થી માંડીને 3 Idiots સુધી, ફિલ્મોમાં બતાવાયેલી આ જગ્યાઓ છે હકીકતમાં

|

May 29, 2021 | 4:40 PM

તમે ફિલ્મોમાં ઘણી આકર્ષક જગ્યાઓ જોઈ હશે પરંતુ મોટાભાગના લોકોને લાગતું હોય છે કે દરેક ફિલ્મમાં સેટ ઉભા કરવામાં આવે છે. હકીકતમાં અમુક ફિલ્મો એવી છે જે રિયલ જગ્યાઓ પર શૂટ થયેલી છે.

1 / 6
આમીરની ફિલ્મ 3 ઈડિયટ્સ તમને યાદ જ હશે. અને આ ફિલ્મના અંતમાં આવતી એક સ્કૂલ પણ યાદ હશે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ સ્કૂલ હકીકતમાં છે. શાળાનું નામ છે પદમા કારાપો સ્કૂલ, અને હવે તે રેંચો સ્કૂલ તરીકે ઓળખાય છે. આ સ્કૂલ લેહથી લગભગ 15 કિલોમીટર જ દૂર છે.

2 / 6
શોલે ફિલ્મનું રામગઢ તો યાદ જ હશે, કર્ણાટકના બેંગ્લોર અને મૈસુર વચ્ચે પહાડોથી ઘેરાયેલા ગામ રામનગરમમાં આ ફિલ્મનું શૂટિંગ થયું હતું. ફિલ્મના શૂટિંગના વર્ષો બાદ પણ ત્યાના લોકો નારાજ છે. કેમ કે શૂટિંગ સમયે બોમ્બ ફોડવા અને અવાજ કરવાના કારણે પહાડો પર મળતા દુર્લભ ગીધ ત્યાંથી ચાલ્યા ગયા.

3 / 6
બનારસનો એક આશિક પ્રેમમાં જીવ આપી દે છે. આ ફિલ્મ સૌને યાદ જ હશે. ફિલ્મની નામ હતું રાંઝણા.  કાશીમાં આવેલું શંકર વાડા ફિલ્મ્સના શૂટિંગ માટેનું મુખ્ય સ્થાન માનવામાં આવે છે. સોનમ કપૂરની ફિલ્મ 'રાંઝણા' નું શૂટિંગ પણ અહિયાં જ થયું હતું. તેમજ જોલી એલએલબીનું શૂટિંગ અહીં કરવામાં આવ્યું છે.

4 / 6
સ્વદેશ એ પહેલી ભારતીય ફિલ્મ હતી જેનું શૂટિંગ NASA માં થયું હતું. એટલું જ નહીં આ ફિલ્મમાં બતાવવામાં આવેલું ગામ પણ ઓરીજીનલ હતું. આ ગામનું નામ છે વાઈ. વાઈ ગામ એ મહારાષ્ટ્રમાં આવેલું સુંદર ગામ છે.

5 / 6
મ્યુઝીકલ જર્ની ફિલ્મ "તાલ" નું શૂટિંગ ચમ્બામાં કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં દર્શાવવામાં આવેલા સુંદર સ્થાન સૌને આજે પણ યાદ છે. ચમ્બાના પર્વતો અને તેના દ્રશ્યો સાથે રહેમાનનું મ્યુઝીક હંમેશા તાજું જ લાગે છે.

6 / 6
અજય દેવગણની કાલ ફિલ્મ થ્રીલર અને હોરર ફિલ્મ હતી. આ ફિલ્મનું શૂટિંગ ઉત્તરાંચલના નૈનીતાલના પૌડી જિલ્લાના નેશનલ પાર્કમાં કરવામાં આવ્યું હતું. પાર્કનું નામ છે કોર્બેટ નેશનલ પાર્ક. પાર્કમાં શૂટિંગને લઈને વિવાદ પણ સર્જાયો હતો. એક અહેવાલ અનુસાર ઉત્તરાંચલ અદાલતે સરકારને આ બાબતે નોટીસ પણ આપી હતી.

Published On - 4:39 pm, Sat, 29 May 21

Next Photo Gallery