અભિનેત્રી શિલ્પા શેટ્ટી(Shilpa Shetty) અને તેના પતિ રાજ કુંદ્રા (Raj Kundra)ની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. અશ્લીલ અને પોર્ન ફિલ્મોના નિર્માણનું રેકેટ ચલાવવાની બાબતમાં દરરોજ નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાના સંયુક્ત ખાતા વિશે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચને જાણ થઈ છે. આ ખાતુ પંજાબ નેશનલ બેંક (PNB)માં છે.
એવું જાણવામાં આવી રહ્યું છે કે રાજ કુંદ્રાના કાળા નાણાનું સત્ય આ પીએનબી(PNB) બેંકમાં છુપાયું છે. આ બેંકમાં કરોડોની લેણદેણ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચને શંકા છે કે હોટશોટ્સ એપ્લિકેશન અને બોલીફેમ એપ્લિકેશનથી થતી કમાણી આ એકાઉન્ટ પર મોકલવામાં આવી છે.
PNBમાં છે રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીનું જોઈન્ટ એકાઉન્ટ
ક્રાઈમ બ્રાંચની જોઈન્ટ એકાઉન્ટ અંગે તપાસમાં એ વાત પણ સામે આવી છે કે આ ખાતામાં સીધો વ્યવહાર કરવામાં આવ્યો ન હતો, પરંતુ પૈસા જુદા જુદા ખાતા દ્વારા અહીં આવતા હતા. ક્રાઈમ બ્રાંચના જણાવ્યા અનુસાર આવા વ્યવહારોને પ્લેસમેન્ટ, લેયરિંગ, ઈન્ટીગ્રેશન જેવા વ્યવહારો કહેવામાં આવે છે.
ક્રાઈમ બ્રાંચની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે રાજકુંદ્રાનું પણ પીએનબીમાં એક સિંગલ ખાતું પણ છે. પરંતુ 2016 પછી તેમાં કોઈ વ્યવહાર થયો નથી. તેમાં લઘુતમ જરૂરી રકમ પણ રાખવામાં આવી નથી. ક્રાઈમ બ્રાંચની 4 સભ્યોની એક ટીમ દ્વારા રાજ કુંદ્રાના બેંક ખાતાને શોધી કાઢવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
શિલ્પા શેટ્ટી પણ છે હવે સવાલોના ઘેરામાં
તમને જણાવી દઈએ કે ત્રણ દિવસ પહેલા ક્રાઈમ બ્રાંચની ટીમ રાજ કુન્દ્રાને તેના જુહુ વાળા ઘરે લઈ ગઈ હતી. તેમની પત્ની શિલ્પા શેટ્ટીની પણ છ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાને સામ-સામે બેસાડીને કરવામાં આવેલી પૂછપરછમાં શિલ્પા શેટ્ટીએ કહ્યું હતું કે તેને રાજ કુંદ્રાની અશ્લીલ ફિલ્મોના નિર્માણના બિઝનેસની જાણ નથી.
હવે આ જોઈન્ટ એકાઉન્ટ વિશે જાણ્યા બાદ શિલ્પા શેટ્ટી પણ મુશ્કેલીમાં આવી શકે છે. જો તેઓ આ બિઝનેસ વિશે કંઈ જાણતા નથી તો પછી આ જોઈન્ટ એકાઉન્ટમાં કરોડોના વ્યવહાર ક્યાં છે, તે જાણવાનો પ્રયાસ કર્યો નથી? જો તે સાબિત થાય છે કે હોટશોટ્સ એપ્લિકેશન અને બોલીફેમ એપ્લિકેશનથી થતી કમાણી આ ખાતા પર મોકલવામાં આવી છે તો શિલ્પા શેટ્ટી માટે મુશ્કેલીઓ ઘણી વધી જશે.
મામલો જઈ શકે છે EDમાં
આવી સ્થિતિમાં હવે આ મામલો ઈડી પાસે જતો જોવા મળી રહ્યો છે. આ કામમાં ભારત અને બ્રિટનમાં પૈસાની લેવડદેવડ થતી હતી. એવી આશંકા છે કે પોર્નોગ્રાફી દ્વારા કમાયેલા નાણાંનો ઉપયોગ ઓનલાઈન બેટીંગ માટે કરવામાં આવતો હતો.
ઈડીના સૂત્રો દ્વારા જણાવ્યા અનુસાર રાજ કુન્દ્રાને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (Foreign Exchange Management Act-FEMA) હેઠળ નોટિસ અથવા સમન મોકલી શકાય છે, કોઈ પણ સમયે આ તપાસ એજન્સી મુંબઈ પોલીસ પાસેથી પોર્ન કેસ સંબંધિત એફઆઈઆર(FIR)ની નકલ માગી શકે છે. આ કેસમાં કંપનીના અન્ય ડિરેક્ટરની પણ તપાસ અને પૂછપરછ થવાની સંભાવના છે. આ આધાર પર એવી પુરી સંભાવના છે કે ઈડી(ED) હવે શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરશે.
આ પણ વાંચો: West Bengal: ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુસણખોરી કરતા 4 મહિલા સહિત 9 બાંગ્લાદેશીઓની ધરપકડ