Taarak Mehta Show Special: મળી ગયા જેઠાલાલના સાસુ? શું આ અભિનેત્રી બનશે દયાબેનની માતા?

તારક મહેતા શોમાં દયાબેન કલાકો સુધી ફોનથી તેમની મા સાથે વાતો કરતા રહે છે. તમને જણાવી દઈએ કે એક પ્રખ્યાત અભિનેત્રીએ દયાબેનની માતાનું પાત્ર ભજવવાની ઈચ્છા જાહેર કરી છે.

Taarak Mehta Show Special: મળી ગયા જેઠાલાલના સાસુ? શું આ અભિનેત્રી બનશે દયાબેનની માતા?
પ્રતિકાત્મક તસ્વીર
| Updated on: Jun 21, 2021 | 11:46 AM

સિરિયલ તારક મહેતા કા ઉલટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah ) શો છેલ્લા 12 વર્ષોથી લોકોનું મનોરંજન કરતો આવ્યો છે. જેમાં સૌના પ્રિય જેઠાલાલ (Jethalal) આજે પણ તેમની અદાકારીથી લોકોનું દિલ જીતે છે. દયાબેન છેલ્લા કેટલાક સમયથી શોમાં જોવા મળ્યા નથી. પરંતુ લોકો આજે પણ તેમને ખુબ યાદ કરે છે. આ સિવાય આપણે વાત કરીએ એક એવા પાત્રની જેનો ચહેરો ક્યારેય શોમાં જોવા નથી મળ્યો પરંતુ તેની ચર્ચા સતત થતી રહે છે. જી હા આ વાત છે દયાબેનની માતાની.

દયાબેન તેમની માતાની વાત મોટાભાગના એપિસોડમાં કરતા રહે છે. ઉપરાંત કલાકો સુધી તેઓ ફોનથી મા સાથે વાતો કરતા રહે છે. તમને જણાવી દઈએ કે એક પ્રખ્યાત અભિનેત્રીએ દયાબેનની માતાનું પાત્ર ભજવવાની ઈચ્છા જાહેર કરી છે.

જી હા જાણીતી અભિનેત્રી કેતકી દવેએ દયાબેનની માતાનું પાત્ર ભજવવાની ઈચ્છા જાહેર કરી છે. ખાનગી સમાચાર સંસ્થા સાથેની વાતમાં કેતકી દવેએ કહ્યું કે, “ઘણા વર્ષો પહેલા અફવા ઉડી હતી કે તેઓ દયાબેનની માતા છે. પરંતુ જો મને દયાબેનની માતાનું પાત્ર ભજવવાનો ચાન્સ મળે તો હું ચોક્કસ કરવા માંગીશ.”

કેટકી દવે લોકપ્રિય અભિનેત્રી છે. તમે તેમને ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં રમૂજી ભૂમિકાઓમાં જોયા હશે. તેમણે પણ દયા બેનની જેમ લોકોને ખૂબ હસાવ્યા છે. કેતકી દવે તે જ છે જેઓ ‘આમદની અઠન્ની ખર્ચા રૂપૈયા’ માં જોની લિવરની પત્નીની ભૂમિકામાં હતા.

કેતકી દવે

કેતકીએ ઘણી વધુ યાદગાર ભૂમિકાઓ કરી છે. કેતકીની કોમિક સ્ટાઈલ અને ટાઈમિંગ દયા ભાભી એટલે કે દિશા વાકાણી જેટલું જ ઉત્તમ છે. ગુજરાતી હોવા સાથે કેતકીએ ગુજરાતી સિનેમામાં પણ ઘણું કામ કર્યું છે. ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ સાથે કેતકી લોકપ્રિય બન્યા હતા. આ શોમાં તેમણે દક્ષા વિરાણીની ભૂમિકા ભજવી હતી.

જાહેર છે કે તેમના જણાવ્યા અનુસાર વર્ષો પહેલા એવી અફવા ઉડી હતી કે તેઓ જ દયાબેનની માતાનું પાત્ર બનશે. પરંતુ તમને જણાવી દઈએ કે કેતકીની પણ આ પાત્ર ભજવવાની એટલી જ ઈચ્છા છે. અને જો આ ઈચ્છા પૂરી થાય છે તો તમે કેતકીને દયાબેનની માતાના રૂપમાં, અને જેઠાલાલના નવા નવા નામ પાડતા કેતકી દવેને જોઈ શકશો. જોકે શો તરફથી આવી કોઈ વાત કરવામાં નથી આવી.

 

આ પણ વાંચો: શહાદતનો બદલો: 10 દિવસ પહેલા જવાનો પર હુમલો કરનારા મુદસ્સિર પંડિત સહિત 3 આતંકવાદી ઠાર

આ પણ વાંચો: 100 રૂપિયા નહીં, માત્ર 60 રૂપિયામાં ભરાવી શકશો વાહનમાં ઇંધણ! જાણો સરકારનો શું છે પ્લાન

Published On - 11:41 am, Mon, 21 June 21