70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના વિજેતાઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ કાર્યક્રમ શુક્રવારે નવી દિલ્હીના નેશનલ મીડિયા સેન્ટરમાં યોજાયો હતો, જ્યાં વિજેતાના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ વખતે નેશનલ ફિલ્મ એવોર્ડમાં સાઉથનો ઘણો પ્રભાવ જોવા મળી રહ્યો છે. જે ફિલ્મો, સ્ટાર્સ અને દિગ્દર્શકોના નામની જાહેરાત કરવામાં આવશે તેમને દેશના રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ આપવામાં આવશે.
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો એ સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારો છે, જે જીતવાનું દરેક કલાકારનું સપનું હોય છે. આ પુરસ્કારો દર વર્ષે જાહેર કરવામાં આવે છે. ગુલમોહરને બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. જ્યારે મલયાલમ ફિલ્મ અટ્ટમને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. શ્રેષ્ઠ કન્નડ ફિલ્મનો એવોર્ડ KGF ચેપ્ટર 2 ને આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ માટે અભિનેત્રી માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રી અને શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇન માટે નિક્કી જોશી એવોર્ડ આપવામાં આવ્યા છે.
નીના ગુપ્તાને ઉત્ચા ફિલ્મમાં તેની ભૂમિકા માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે જ્યારે પવન મલ્હોત્રાને હરિયાણવી ફિલ્મ ફૌજા માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ મળ્યો છે. શર્મિલા ટાગોર અને મનોજ બાજપેયીની ફિલ્મ ગુલમોહરને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે. મનોજ બાજપેયીનો પણ ખાસ ઉલ્લેખ થયો છે. મણિરત્નમની ફિલ્મ પોન્નિયન સેલવાન 1 નું પૃષ્ઠભૂમિ સંગીત એ.આર. રહેમાનને એવોર્ડ મળ્યો છે. પોન્નિયન સેલવાન 1 ને પણ શ્રેષ્ઠ તમિલ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. પ્રીતમને બ્રહ્માસ્ત્ર ભાગ 1 માટે શ્રેષ્ઠ સંગીત નિર્દેશક (ગીત)નો એવોર્ડ પણ મળ્યો છે. ફિલ્મ જ્યુરીના અધ્યક્ષ રાહુલ રાવૈલે ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી.
શ્રેષ્ઠ ફીચર ફિલ્મ – અટ્ટમ
શ્રેષ્ઠ અભિનેત્રી – ઋષભ શેટ્ટી
શ્રેષ્ઠ અભિનેત્રી – નિત્યા મેનન અને માનસી પારેખ
શ્રેષ્ઠ દિગ્દર્શક – સૂરજ બડજાત્યા
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી – નીના ગુપ્તા
શ્રેષ્ઠ સહાયક અભિનેતા – પવન મલ્હોત્રા
બેસ્ટ ફીચર ફિલ્મ હોલસમ એન્ટરટેઈનમેન્ટ – કંતારા
બેસ્ટ ડેબ્યુ – ફૌજા, પ્રમોદ કુમાર
શ્રેષ્ઠ મલયાલમ ફિલ્મ – સાઉદી વેલાક્કા
શ્રેષ્ઠ તમિલ ફિલ્મ – PS1
શ્રેષ્ઠ કન્નડ ફિલ્મ – KGF2
શ્રેષ્ઠ તેલુગુ ફિલ્મ – કાર્તિકેય 2
શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ – ગુલમોહર
Published On - 3:51 pm, Fri, 16 August 24