શું તમને ખબર છે બાહુબલીનું માહિષ્મતી રાજ્ય ક્યાં આવ્યું હતું? આ સ્થળ છે અમદાવાદથી માત્ર 400 KM દુર, જાણો

|

May 28, 2021 | 3:09 PM

ભાગ્યે જ કોઈને ખબર હશે કે બાહુબલી મૂવીમાં બતાવેલ સામ્રાજ્ય કાલ્પનિક નહીં પણ વાસ્તવિક હતું. ફિલ્મની વાર્તા ભલે કાલ્પનિક રહી હોય પરંતુ માહિષ્મતી આ ધરતી પર અસ્તિત્વ ધરાવતું એક શહેર હતું.

શું તમને ખબર છે બાહુબલીનું માહિષ્મતી રાજ્ય ક્યાં આવ્યું હતું? આ સ્થળ છે અમદાવાદથી માત્ર 400 KM દુર, જાણો
માહિષ્મતી (પ્રતિકાત્મક તસ્વીર)

Follow us on

બાહુબલી સિરીઝના (Bahubali) ચાહકો હજુ પણ એટલા જ છે જેટલા એ સમયમાં હતા. બાહુબલી ઘણા ફેન્સ માટે અવાર નવાર જોવાતી ફિલ્મ છે. પ્રભાશની આ ફિલ્મે દરેક રેકોર્ડ તોડી કાઢ્યા હતા. દેશના ખૂણે ખૂણે બાહુબલીની ચર્ચા હતી. આ ફિલ્મના પાત્રો ભલ્લાલ્દેવ, કટપ્પા, શિવગામી, અવંતિકા, બીજ્જલાદેવ વગેરે એક સત્ય ઘટનાના પાત્રો હોય એમ લાગે છે. પરંતુ આ બધા ઉપરાંત એક મુખ્ય વસ્તુ હતી આ ફિલ્મમાં, અને એ છે માહિષ્મતી રાજ્ય. જેની આજુબાજુ આ ફિલ્મ રચાઈ છે.

માહિષ્મતીને (Mahishmati kingdom) લઈને ઘણી ચર્ચાઓ ચાલે છે. ઘણા લોકો માને છે કે આવું કોઈ સામ્રાજ્ય હતું જ નહીં આ માત્ર કલ્પના છે. તો કેટલાક આને સત્ય માને છે. પરંતુ જો ફિલ્મમાં દર્શાવેલું રાજ્ય ખરખર હતું તો એ અત્યારે ક્યાં છે? આજે અમે તમને જણાવીશું કે બાહુબલી ફિલ્મમાં દર્શાવેલા રાજ્ય માહિષ્મતી વિશે શું સત્ય છે.

કાલ્પનિક નથી માહિષ્મતી રાજ્ય

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

મહિષ્મતી વિશે તમારે જાણવું જ જોઇએ કે બાહુબલી મૂવીમાં બતાવેલ આ સામ્રાજ્ય કાલ્પનિક નહીં પણ વાસ્તવિક હતું. ફિલ્મની વાર્તા ભલે કાલ્પનિક રહી હોય પરંતુ માહિષ્મતી આ ધરતી પર અસ્તિત્વ ધરાવતું એક શહેર હતું. હવે સવાલ એ ઉભો થાય છે કે જો મહિષ્મતી કાલ્પનિક ન હતું તો તે ભારતમાં અત્યારે ક્યાં આવેલું છે. ઇતિહાસમાં નોંધાયેલા અભિલેખો અનુસાર બાહુબલી ફિલ્મનું કેન્દ્ર માહિષ્મતી મધ્ય ભારતમાં સ્થિત એક મોટું શહેર હતું.

તમને જણાવી દઈએ કે તે શહેર હાલમાં મધ્યપ્રદેશમાં (Madhya Pradesh) છે. ઈતિહાસ અનુસાર ઘણા અભિલેખો અને વાર્તાઓમાં માહિષ્મતીનો ઉલ્લેખ છે. તે સમયે આ શહેર સામાજિક અને રાજનીતિક કેન્દ્ર હતું. તે સમયે આ શહેર અવંતી સામ્રાજ્યનો મહત્વનો ભાગ હતો.

ભારતમાં આ રાજ્યમાં છે માહિષ્મતી

ભરતકોષના મતે માહિષ્મતી ચેદી જિલ્લાની રાજધાની હતી. આ શહેર નર્મદા નદીના કાંઠે વસેલું હતું. માહિષ્મતી વિશે કહેવામાં આવે છે કે હાલમાં તે મધ્યપ્રદેશના ખારગોન જિલ્લામાં છે, જેને હવે મહેશ્વર (Maheshwar) તરીકે ઓળખવામાં આવે છે. ખારગોન જિલ્લાનું મહેશ્વર તેના પ્રાચીન મંદિરો અને ઐતિહાસિક ઇમારતો માટે પણ પ્રખ્યાત છે.

ઐતિહાસિક ધરોહર ધરાવતું મહેશ્વર

મહેશ્વર નર્મદા કિનારે વસેલું સુંદર શહેર છે. ત્યાં મહેશ્વર કિલ્લો, વિઠલેશ્વર મદિર, અહિલ્યેશ્વર મંદિર જેવા અઈતીહાસિક સ્થાનો છે. આ શહેર અમદાવાદથી લગભગ 400 કિલોમીટર જ દુર છે. તેમજ ઘણા પર્યટકો ત્યાં જતા હોય છે પરંતુ તેમને મહેશ્વર અને માહિષ્મતીના કનેક્શન વિશે ખબર નથી હોતી.

તમને જણાવી દઈએ કે આ શહેરમાં પેડમેન, અશોકા અને ગુજરાતી ફિલ્મ રેવા જેવા ફિલ્મોનું પણ શૂટિંગ થયું છે.

 

આ પણ વાંચો: કેજરીવાલ પર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તિરંગાના અપમાનનો આરોપ, કેન્દ્રીયમંત્રીએ લખી ચિઠ્ઠી, જાણો વિગત

આ પણ વાંચો: Video: માત્ર 18 હજારમાં કરી શાહી મુસાફરી, એક માત્ર યાત્રી ભાવેશ માટે ઉડી ફ્લાઈટ, જાણો કારણ

Next Article