
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ અને દયા ભાભી લોકોના ફેવરિટ છે. આ બંને સાથે જોડાયેલા વીડિયો અને તસવીરો દરરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હાલમાં જ દયા ભાભી એટલે કે દિશા વાકાણીની એક તસવીર વાયરલ થઈ હતી, જેમાં તે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોના તમામ કાસ્ટ સાથે જોવા મળી રહ્યા છે અને આ તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર દયા ભાભીના પાછા આવી જવાના સમાચાર વચ્ચે આ તસવીરો બાદ શું ખરેખર દયા ભાભી શો માં પાછા આવી ગયા ?
તમને જણાવી દઈએ કે હાલજ તારક મહેતા સિરીયલના તમામ એક્ટર્સ અને એક્ટ્રેસ એક સાથે જોવા મળ્યા છે ત્યારે ચર્ચા વધી ગઈ છે કે દયાભાભી સહિત શો છોડીને ગયેલા તમામ લોકો પાછા આવી ગયા છે પણ ખરેખર આ તસવીર ગોકુલધામની નથી પણ જેઠાલાલ એટલે કે દિલીપ જોશીના રિયલ લાઈફ ટપ્પુ એટલે કે તેમના પુત્ર રિત્વિકના લગ્નની છે. અભિનેતાએ તેના પુત્રના લગ્નના ફંક્શનની તસવીરો અને વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને તેમા જ દયાભાભી એટલે દિશા વાકાણી પણ જોવા મળ્યા હતા.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ એટલે કે દિલીપ જોશીના પુત્ર રિત્વિકના લગ્ન ભવ્ય રીતે થયા. આ વેડિંગ ફંક્શન કોઈ શાહી લગ્નથી ઓછું નહોતું. દરેક વ્યક્તિ હાથીદાંતના વસ્ત્રોમાં સજ્જ જોવા મળ્યા હતા. લગ્ન એક ભવ્ય સ્થળે યોજાયા હતા, જેનો નજારો ખૂબ જ સુંદર હતો. તળાવના કિનારે બનેલા રિસોર્ટમાંથી લગ્નનો વીડિયો સામે આવ્યો છે. દિલીપ જોષીનો દીકરો તેની માતા સાથે હાથમાં તલવાર લઈને આગળ ચાલી રહ્યો છે. તેમની પાછળ દિલીપ જોષી દેખાય છે. તેની પાછળ તેની પુત્રી દેખાય છે.
તમને યાદ અપાવી દઈએ કે દિલીપ જોશીએ પોતાની દીકરીના લગ્ન આ જ સ્ટાઈલમાં કર્યા હતા. તેની તસવીરો પણ વાયરલ થઈ હતી. આ ફંકશન પહેલા મહેંદી અને હલ્દી ફંક્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સંગીત ફંક્શનમાં પણ સેલેબ્સનો ધસારો જોવા મળ્યો હતો. એટલું જ નહીં, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની સ્ટાર કાસ્ટ પણ આવી પહોંચી હતી. આ દરમિયાન દિશા વાકાણીએ પણ ભાગ લીધો હતો.
Published On - 12:26 pm, Tue, 19 December 23