Breaking News: ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘાયલ થયા અનુપમ ખેર, પોસ્ટ શેર કરી આપી હેલ્થ અપડેટ

Vijay69 ના શૂટિંગ દરમિયાન બોલિવુડ અભિનેતા અનુપમ ખેરના ખભામાં ગંભીર ઈજા થઈ હતી. ત્યારે અનુપમ ખેરે પેસ્ટ શેર કરતા કહ્યું, "તમે સ્પોર્ટ્સ ફિલ્મ કરો છો અને તમને ઈજા ન થાય તે કેમ શક્ય બને ?

Breaking News: ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘાયલ થયા અનુપમ ખેર, પોસ્ટ શેર કરી આપી હેલ્થ અપડેટ
Breaking News Anupam Kher injured during the shooting of the film
| Updated on: May 22, 2023 | 10:46 AM

ગઈકાલે Vijay69 ના શૂટિંગ દરમિયાન બોલિવુડ અભિનેતા અનુપમ ખેરના ખભામાં ગંભીર ઈજા થઈ હતી. ત્યારે અનુપમ ખેરે પેસ્ટ શેર કરતા કહ્યું, “તમે સ્પોર્ટ્સ ફિલ્મ કરો છો અને તમને ઈજા ન થાય તે કેમ શક્ય બને ? તેમજ તેમણે કહ્યું છે કે દુખાવો તો છે જો થોડી સખત ઉધરસ આવે છે, તો ખભાને સિધા જાટકો લાગે છે અને મોંમાંથી થોડી ચીસો ચોક્કસપણે આવે છે!

ફિલ્મ અભિનેતા અનુપમ ખેર હાલમાં  તેમની આગામી ફિલ્મ ‘Vijay69’નું શૂટિંગ કરી રહ્યા છે. અહેવાલ છે કે અભિનેતાને શૂટિંગ દરમિયાન ઈજા થઈ હતી.  મીડિયા રિપોર્ટ અનુસાર અભિનેતા ખભાના ભાગે ગંભિર ઈજા થઈ હોવાનું જણાયુ હતુ જે બાદ ખુદ અનુપમ ખેર તે અંગેની પોસ્ટ મુકીને તેમની હેલ્થ અપડેટ આપી હતી.

પોસ્ટ શેર કરતા અનુપમ ખેરે પોસ્ટમાં લખ્યું છે કે ફોટામાં સ્મિત કરવાનો પ્રયાસ અસલી છે! એક-બે દિવસ પછી શૂટિંગ ચાલુ રહેશે. બાય ધ વે, જ્યારે માતાએ ઘટના વિશે સાંભળ્યું, તો તેમણે કહ્યું હા હજુ દુનિયાને બતાવો તમારી બોડી! લોકોને બોડી બતાવી તો તેની જ નજર લાગી છે! ત્યારે તેના જવાબમાં અનુપમ ખેરે જવાબ આપ્યો કે મા! યુદ્ધના મેદાનમાં પડેલા યોદ્ધા છે, તો થોડી તો તિફલ પડશે જ ને !

 

Published On - 10:27 am, Mon, 22 May 23