Breaking News : ચેક બાઉન્સ કેસમાં એક્ટર રાજપાલ યાદવને 3 મહિનાની જેલ, દિલ્હી હાઈકોર્ટે ફટકારી સજા

આ કેસ મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં જસ્ટિસ સ્વર્ણા કાંતા શર્માની બેન્ચે જણાવ્યું કે અદાલતે રાજપાલ યાદવને તેમના દ્વારા આપવામાં આવેલા વચન (Undertaking)નું પાલન કરવા માટે અનેક વખત તક આપી હતી.

Breaking News : ચેક બાઉન્સ કેસમાં એક્ટર રાજપાલ યાદવને 3 મહિનાની જેલ, દિલ્હી હાઈકોર્ટે ફટકારી સજા
rajpal yadav jail
| Updated on: Jul 10, 2026 | 3:06 PM

બોલીવૂડ અભિનેતા રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં દિલ્હી હાઈકોર્ટે ત્રણ મહિનાની જેલની સજા ફટકારી છે. આ કેસ મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં જસ્ટિસ સ્વર્ણા કાંતા શર્માની બેન્ચે જણાવ્યું કે અદાલતે રાજપાલ યાદવને તેમના દ્વારા આપવામાં આવેલા વચન (Undertaking)નું પાલન કરવા માટે અનેક વખત તક આપી હતી. તેમ છતાં તેઓ અદાલતના નિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યા.

રાજપાલ યાદવને 3 મહિનાની જેલની સજા !

કોર્ટના જણાવ્યા અનુસાર, વારંવાર તક આપવા છતાં રાજપાલ યાદવે પોતાની જવાબદારી નિભાવી નહોતી. આથી અદાલતે તેમને ત્રણ મહિનાની સાદી કેદની સજા ફટકારવાનો નિર્ણય કર્યો. આ મામલો મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા દાખલ કરાયેલા ચેક બાઉન્સ કેસ સાથે સંબંધિત છે, જેમાં દિલ્હી હાઈકોર્ટે આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.

7.35 કરોડ રુપિયાનો દંડ

દિલ્હી હાઈકોર્ટે અભિનેતા રાજપાલ યાદવને સાત ચેક-બાઉન્સ કેસોમાં ત્રણ મહિનાની સાદી કેદની સજા ફટકારી છે. કોર્ટે આદેશ આપ્યો છે કે સજાઓ એકસાથે ચાલે, એટલે કે તેને કુલ ત્રણ મહિના જેલમાં રહેવું પડશે. કોર્ટે દરેક કેસમાં ₹1.05 કરોડનો દંડ પણ ફટકાર્યો છે. પરિણામે, સાતેય કેસોમાં કુલ દંડ ₹7.35 કરોડ થાય છે. કોર્ટના આદેશ મુજબ, દરેક કેસમાં, ₹1,04,75,000 ફરિયાદીને અને ₹25,000 રાજ્યને ચૂકવવાના રહેશે.

અનેક તક મળી છત્તા વચનનું પાલન ના કર્યું હોવાનો ન્યાયાધીશનો દાવો

ન્યાયાધીશ સ્વર્ણકાંત શર્માએ અવલોકન કર્યું કે રાજપાલ યાદવને કોર્ટમાં રજૂ કરેલા વચનનું પાલન કરવા માટે ઘણી તકો આપવામાં આવી હતી, છતાં વારંવાર તકો આપવા છતાં તે તેનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યા.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 2:53 pm, Fri, 10 July 26

Follow Us