ખોટા કામ કરતા રંગે હાથે ઝડપાયા આ 9 સેલેબ્સ અને મિનિટોમાં ખોઈ ઈજ્જત!

|

Jul 22, 2021 | 8:08 PM

બોલિવૂડ દૂરથી ખૂબ જ દમદાર લાગી શકે છે પરંતુ તેની સાથે સંકળાયેલા લોકોએ જ તેનું સાચું સ્વરૂપ જોયું છે. બહારથી સુંદર દેખાતી આ ઈન્ડસ્ટ્રીમાં ઘણાં ઉડા રહસ્યો છુપાયેલા છે. જો તમે બોલિવૂડની દુનિયાની સફર પર જાઓ છો તો તમને ‘In Bollywood, All that glitters is not gold’ વાળી કહેવત દરેક વળાંક પર સાબિત થતી જોવા મળશે. આ અહેવાલમાં આજે અમે તમને એવા સેલેબ્સ વિશે જણાવીશું કે જે ગેરકાયદેસર કામ કરતી વખતે રંગે હાથે ઝડપાયા હતા.

1 / 9
શાઈની આહુજા (Shiney Ahuja): વર્ષ 2011માં શાઈની આહુજા પર તેમની મેડ દ્વારા બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો હતો. શાઈની દોષી સાબિત થયો અને તેને 7 વર્ષની સજા પણ થઈ. 2015ની ફિલ્મ વેલકમ બેકમાં તેણે એક નાનકડી ભૂમિકા કરી હતી.

2 / 9

વિજય રાજ (Vijay Raaz): વર્ષ 2005માં દિવાના હુએ પાગલના શૂટિંગ દરમિયાન વિજય રાજને અબુ ધાબી પોલીસે ડ્રગ્સ સાથે પકડ્યો હતો. આ દિવસોમાં વિજય રાજ ​​ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે છે.

3 / 9

શ્વેતા બાસુ પ્રસાદ (Shweta Basu Prasad): વર્ષ 2014માં શ્વેતા બાસુ પ્રસાદ પ્રોસ્ટિટ્યુશનમાં સામેલ હોવાનું જણાયું હતું. પોલીસે તેને હૈદરાબાદની એક હોટલમાં રંગે હાથ પકડી હતી. બાદમાં તેને સુધાર ગૃહ મોકલવામાં આવી હતી. સારું હવે શ્વેતા આ બાબતોથી દૂર છે અને તે તેના અભિનય કરિયર પર ધ્યાન આપી રહી છે.

4 / 9
સંજય દત્ત (Sanjay Dutt): સંજય દત્તની વર્ષ 1993માં થયેલા મુંબઈ બ્લાસ્ટ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. સંજયના ઘરેથી AK 56 રાઈફલ સહિત અન્ય ઘણી વસ્તુઓ મળી આવી હતી. આ કેસમાં સંજયે જેલ અને કોર્ટના ઘણા ચક્કર પણ લગાવ્યા હતા.

5 / 9
ફરદીન ખાન (Fardeen Khan): વર્ષ 2001માં ફરદીન ખાન કોકેઈન ખરીદતો પકડાયો હતો. મુંબઈના જુહુ વિસ્તારમાં પોલીસે તેની ધરપકડ કરી હતી.

6 / 9
રાજ કુંદ્રા (Raj Kundra): રાજ કુંદ્રાની મુંબઈ ક્રાઈમ બ્રાંચે અશ્લીલ ફિલ્મો બનાવવા બદલ ધરપકડ કરી છે. રાજ કુંદ્રાને 23 જુલાઈ 2021 સુધી કોર્ટ દ્વારા પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. રાજ કુંદ્રા વિદેશી એપ્લિકેશન માટે અશ્લીલ ફિલ્મો બનાવતો હતો, જેનું શૂટિંગ મુંબઈના મડ આઈલેન્ડ વિસ્તારમાં કરવામાં આવતું હતું.

7 / 9

શક્તિ કપૂર (Shakti Kapoor): એક સ્ટિંગ ઓપરેશન દરમિયાન શક્તિ કપૂરની પણ ખુબ ધજ્જિયા ઉડી હતી. વર્ષ 2005માં એક ટીવી રિપોર્ટરને શક્તિ કપૂરે અપશબ્દો કહ્યા હતા. શક્તિ કપૂર કહેતા, 'હું તમને પ્રેમ આપવા માંગુ છું અને જો તમે ફિલ્મ ઉદ્યોગમાં આવા માંગતા હોય તો તમારે તે કરવું પડશે જે હું તમને કરવા માટે કહું' આ પછી શક્તિ કપૂરની ખૂબ ફજેતી થઈ હતી.

8 / 9
અમન વર્મા (Aman Verma): અમન વર્માનું ટીવીની દુનિયામાં સારું નામ હતું. તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ખુબ મહેનત કરી, પરંતુ એક સ્ટિંગ ઓપરેશનથી તેની દુનિયા હચમચી ઉઠી. એક ચેનલના સ્ટિંગ ઓપરેશનમાં અમન વર્મા એક યુવતીને કામ આપવાના બહાને સેકસ્યુલ ફેવર માંગતો પકડાઇ ગયો હતો.

9 / 9

મંદાકિની (Mandakini): 'રામ તેરી ગંગા મેલી હો ગઈ' ફેમ મંદાકિની અને ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમની કેટલીક તસ્વીરો લીક થયા પછી હંગામો થયો હતો. બંનેની તસ્વીરો બહાર આવ્યા બાદ બંનેના લિંકઅપના સમાચાર બહાર આવવા લાગ્યા. આ પછી તેમનું ફિલ્મી કરિયર પણ બરબાદ થઈ ગયું.

Next Photo Gallery