Corona: બોયફ્રેન્ડ રણબીર કપૂર બાદ હવે ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ કોરોનાની ઝપેટમાં

|

Apr 02, 2021 | 9:03 AM

બોલીવુડના એક બાદ એક સિતારાઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. તાજેતરમાં બપ્પી દા બાદ હવે આલિયા ભટ્ટ કોરોના સંક્રમિત નીકળ્યા છે.

Corona: બોયફ્રેન્ડ રણબીર કપૂર બાદ હવે ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ કોરોનાની ઝપેટમાં
આલિયા ભટ્ટ

Follow us on

દેશભરમાં દરરોજ કોરોનાના આંકડાઓ વધી રહ્યા છે. સામાન્ય લોકોથી લઈને બોલિવૂડ જગતના સ્ટાર્સ સુધી ઘણા લોકો સતત કોરોનાની પકડમાં આવતા જોવા મળી રહ્યા છે. હવે ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટની પુત્રી આલિયા ભટ્ટને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે.

અભિનેત્રી આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ દ્વારા તેના પોઝિટિવ વિશે માહિતી આપી છે. આલિયાએ કહ્યું કે, તેણે પોતાને અલગ કરી દીધી છે અને તે ડોક્ટર્સ દ્વારા કહેવામાં આવેલી દરેક બાબતોનું ધ્યાન રાખે છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં આલિયા ભટ્ટના બોયફ્રેન્ડ રણબીર કપૂરને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. ત્યારબાદ તેણે પોતાની જાતને કોરોન્ટાઇન કરી દીધી હતી અને ઘરે જ તેની સારવાર ચાલી રહી હતી. રણબીરનો રિપોર્ટ હવે નેગેટીવ છે અને તે પોતાના કામ પર પાછો ફર્યો છે. ત્યારે તેના માટે બીજા મોટા સમાચાર છે કે તેની ગર્લફ્રેન્ડ હવે કોરોના પોઝિટિવ આવી છે.

તમને જણાવી દઈએ કે આગાઉના દિવસોમાં આલિયા તેના બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે મુંબઇના જુહુમાં જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટે અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં કામ કર્યું છે. ફિલ્મના સેટ પરથી મીડિયામાં ઘણી બધી તસવીરો અને વીડિયો બહાર આવ્યા હતા. આ ફિલ્મમાં રણબીર અને આલિયા સાથે અભિનેતા અમિતાભ બચ્ચન, મૌની રોય અને નાગાર્જુન પણ જોવા મળશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

બપ્પી લહેરી પણ કોરોના સંક્રમિત

તમને જણાવી દઈએ કે હમણાં તાજેતરમાં જ બપ્પી લહેરી પણ કોરોના સંક્રમિત થયા છે. અને તેમણે પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઘણા બધા બોલીવુડ સ્ટાર્સ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે.

ઘણા સ્ટાર્સ આવ્યા છે કોરોનાની ઝપેટમાં

ચાલો તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ પણ કોરોનાનો ભોગ બની ગયા છે. કાર્તિક આર્યન, આમિર ખાન, સતિષ કૌશિક, રણબીર કપૂર, સંજય લીલા ભણસાલી, અમિતાભ બચ્ચન જેવા ઘણા સ્ટાર્સ કોરોનાની પકડમાં આવી ગયા છે.

આ કારણોસર તેની અસર શૂટિંગ પર પણ જોવા મળી રહી છે. કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભુલ ભુલૈયા 2’ નું શૂટિંગ હજી યથાવત્ છે. તે જ સમયે, રિયાલિટી શો ડાન્સ દિવાના 18 ક્રૂ મેમ્બર્સ પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. ફિલ્મ ચેહરેની રજૂઆત પણ મોકૂફ રાખવામાં આવી છે.

Published On - 9:00 am, Fri, 2 April 21

Next Article