રાજસ્થાનમાં પલટાઈ શકે છે સત્તા, રિઝલ્ટ પહેલા એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપની બની શકે છે સરકાર

|

Nov 30, 2023 | 7:21 PM

પોલસ્ટ્રેટના સર્વે અનુસાર એક્ઝિટ પોલનો પહેલો ટ્રેન્ડ સામે આવ્યો છે. રાજસ્થાનમાં ભાજપ સત્તા પર આવી શકે છે. ભાજપને 199 બેઠકોમાંથી અહીં 100થી 110 બેઠકો મળી શકે છે. તો કોંગ્રેસને 90થી 100 બેઠકો મળી શકે છે. તો અન્યના ફાળે 5થી 15 બેઠકો જઈ શકે છે.

રાજસ્થાનમાં પલટાઈ શકે છે સત્તા, રિઝલ્ટ પહેલા એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપની બની શકે છે સરકાર
Rajasthan Assembly election

Follow us on

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી માટે 199 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે અને 3 ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ આવવાનું છે. ત્યારે પરિણામ પહેલા પોલસ્ટ્રેટના સર્વે અનુસાર એક્ઝિટ પોલનો પહેલો ટ્રેન્ડ સામે આવ્યો છે. રાજસ્થાનમાં ભાજપ સત્તા પર આવી શકે છે. ભાજપને 199 બેઠકોમાંથી અહીં 100થી 110 બેઠકો મળી શકે છે. તો કોંગ્રેસને 90થી 100 બેઠકો મળી શકે છે. તો અન્યના ફાળે 5થી 15 બેઠકો જઈ શકે છે.

CNXના એક્ઝિટ પોલ અનુસાર પણ રાજસ્થાનમાં ભાજપ આગળ છે. ભાજપને 199 બેઠકોમાંથી 111 બેઠકો મળી શકે છે. તો કોંગ્રેસને 74 બેઠકો મળી શકે છે. તો અન્યના ફાળે 14 બેઠકો જઈ શકે છે.

એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર રાજસ્થાનમાં કોંગ્રેસ સત્તા જાળવી રાખશે. ભાજપને 199 બેઠકોમાંથી 80થી 100 બેઠકો મળી શકે છે. તો કોંગ્રેસને 86થી 106 બેઠકો મળી શકે છે. તો અન્યના ફાળે 9થી 18 બેઠકો જઈ શકે છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

Matrizeના એક્ઝિટ પોલ અનુસાર રાજસ્થાનમાં ભાજપ સ્પષ્ટ બહુમતી મેળવશે. ભાજપને 199 બેઠકોમાંથી 115થી 130 બેઠકો મળી શકે છે. તો કોંગ્રેસને 65થી 75 બેઠકો મળી શકે છે. તો અન્યના ફાળે 12થી 19 બેઠકો જઈ શકે છે.

વોટ શેરમાં પણ ભાજપ આગળ

વોટ શેરની વાત કરીએ તો તેમાં પણ ભાજપ 41.8 ટકા વોટ શેર સાથે ટોપ પર છે, કોંગ્રેસને 39.9 ટકા વોટ શેર મળતા જોવા મળી રહ્યા છે. આ સિવાય એવો અંદાજ છે કે 18.3 ટકા વોટ શેર અન્યના ખાતામાં જશે.

રાજસ્થાનમાં આ નેતાઓની વિશ્વસનીયતા દાવ પર

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં આ વખતે મુખ્યમંત્રી અશોક ગેહલોત, સચિન પાયલટ, વસુંધરા રાજે જેવા 1862 ઉમેદવારોનું ભાવિ દાવ પર છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે ભાજપ અને કોંગ્રેસે ભરપૂર પ્રયાસો કર્યા છે. બંને પક્ષોના નેતાઓએ જોરદાર રેલીઓ યોજી હતી.

રાજસ્થાનમાં રેકોર્ડ 74.96 ટકા મતદાન

આ વખતે રાજસ્થાનમાં લગભગ 74.96 ટકા મતદાન થયું છે. આ વખતે મતદાનની બાબતમાં રાજસ્થાને 2018માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીનો રેકોર્ડ તોડ્યો છે. પરિણામ 3 ડિસેમ્બરે આવશે. આ દિવસે 1862 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.

2018ની ચૂંટણીનું પરિણામ

2018ની વિધાનસભા ચૂંટણીમાં, કોંગ્રેસ રાજસ્થાનમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. તે ચૂંટણીમાં કોંગ્રેસે 107 બેઠકો જીતી હતી, ભાજપે 70 બેઠકો જીતી હતી, CPI(M) અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) એ 2-2 બેઠકો જીતી હતી. આ સિવાય આરએલપીને ત્રણ અને રાષ્ટ્રીય લોકદળે એક બેઠક જીતી હતી. તો 13 બેઠકો અપક્ષે પણ જીતી હતી.

 

Published On - 6:04 pm, Thu, 30 November 23

Next Article