IGNOU Admission 2021 : જુલાઈથી શરૂ થતા સત્ર માટે ઇગ્નુમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ, આ રીતે કરો ઓનલાઈન એપ્લીકેશન

|

Jun 11, 2021 | 11:05 PM

IGNOU Admission 2021 માં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ નીચે આપેલા સરળ પગલાંને અનુસરીને પણ અરજી કરી શકે છે. વિદ્યાર્થીઓએ નોંધ લેવી જોઈએ કે જુલાઈ સત્ર માટે અરજી કરવાની છેલ્લી તારીખ 15 જુલાઈ, 2021 છે.

IGNOU Admission 2021 : જુલાઈથી શરૂ થતા સત્ર માટે ઇગ્નુમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ, આ રીતે કરો ઓનલાઈન એપ્લીકેશન
સાંકેતિક તસ્વીર

Follow us on

IGNOU Admission 2021 : ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (Indira Gandhi National Open University, IGNOU) એ જુલાઈથી શરૂ થતા સત્ર માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. વિદ્યાર્થીઓ આજથી એટલે કે 11 જૂન 2021થી ઇગ્નુના વવિધ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે અરજી કરી કરી શકે છે. પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ ઇગ્નુની સત્તાવાર વેબસાઈટ  https://ignouadmission.samarth.edu.in/ પર જઈને લોગ ઇન કરીને ઓનલાઈન એપ્લીકેશન કરી શકે છે.

આ સિવાય IGNOU Admission 2021 માં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ નીચે આપેલા સરળ પગલાંને અનુસરીને પણ અરજી કરી શકે છે. વિદ્યાર્થીઓએ નોંધ લેવી જોઈએ કે જુલાઈ સત્ર માટે અરજી કરવાની છેલ્લી તારીખ 15 જુલાઈ, 2021 છે.

 

IGNOU Admission 2021 : આ રીત કરો ઓનલાઈન એપ્લીકેશન

1)ઇગ્નૂમાં જુલાઇ સત્ર માટે વિવિધ અભ્યાસક્રમો માટે અરજી કરવા માટે ઉમેદવારોએ ઇગ્નુની સત્તાવાર વેબસાઇટ www.ignou.ac.in/ ની મુલાકાત લેવી જરૂરી છે. ત્યાર બાદ વેબસાઈટના હોમપેજ પર ‘એલર્ટ’ વિભાગ પર જાઓ.

2) હોમ પેજ પર “Online Admission Portal Links for July 2021 Session, last date is 15th July 2021” લિંક પર ક્લિક કરો. હવે ઉમેદવારે લોગઇનમાં દેખાતા નવા નોંધણી ટેબ પર ક્લિક કરવાનું રહેશે.

3)પછી નોંધણીની જરૂરી વિગતો ભરો. હવે તમારા ઓળખપત્રોનો ઉપયોગ કરીને લોગઇન કરો અને IGNOU Admission 2021 ના જુલાઈ સત્ર માટે એપ્લિકેશન ફોર્મ ભરો.

4) ત્યારબાદ IGNOU Admission 2021 ના જુલાઈ સત્ર માટે રજીસ્ટ્રેશન માટે ચુકવણી કરો. આ પછી, ઉમેદવારોએ રજીસ્ટ્રેશન ફોર્મનું પ્રિન્ટઆઉટ લઈ તેને સાચવી રાખવું.

આ ડોક્યુમેન્ટ્સ જરૂરી છે
ઇગ્નુના જુલાઈ સત્રમાં ઓનલાઈન એપ્લીકેશન અને રજીસ્ટ્રેશન માટે ઉમેદવારે નીચેના મુજબના ડોક્યુમેન્ટ સ્કેન કરેલા તૌયાર રાખવા જરૂરી છે.

1. પાસપોર્ટ ફોટો. (100 KB થી ઓછું)
2.જન્મનું પ્રમાણપત્ર. (200 KB થી ઓછું)
3.શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર. (200 KB થી ઓછું)
4.અનુભવનું પ્રમાણપત્ર, જો હોય તો. (200 KB થી ઓછું)
5. જાતિનું પ્રમાણપત્ર (200 KB થી ઓછું)
6.ગરીબી રેખાથી નીચેના ઉમેદવારો માટે BPL રેશનકાર્ડ (200 KB થી ઓછું)

ઇગ્નૂએ જાહેર કરેલા નોટીફીકેશન મુજબ, જુલાઈ સત્ર માટે, એસસી / એસટી વિદ્યાર્થીઓને ફક્ત એક જ અભ્યાસક્રમ માટે ફીમાં મુક્તિ આપી શકાય છે. જો કોઈ વિદ્યાર્થી એક કરતા વધારે અભ્યાસક્રમ માટે ફી માફીની માંગ કરે છે, તો તેનું અરજી ફોર્મ નામંજૂર થઈ શકે છે.

Next Article