ગુજરાત બોર્ડનું ધો-12 સાયન્સનું પરિણામ જાહેર, અમરેલીના લાઠીનું સૌથી વધુ 96.12 ટકા પરિણામ જ્યારે દાહોદ જિલ્લાનું સૌથી ઓછું 40.16 ટકા પરિણામ 

|

May 12, 2022 | 1:02 PM

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે પરિણામ જાહેર કરવા વિશે પહેલેથી જ માહિતી આપી દીધી હતી.

ગુજરાત બોર્ડનું ધો-12 સાયન્સનું પરિણામ જાહેર, અમરેલીના લાઠીનું સૌથી વધુ 96.12 ટકા પરિણામ જ્યારે દાહોદ જિલ્લાનું સૌથી ઓછું 40.16 ટકા પરિણામ 
Gujarat-Board-Result

Follow us on

ગુજરાત બોર્ડનું 12મા સાયન્સનું પરિણામ જાહેર થઈ ગયું છે. અમરેલીના લાઠીનું સૌથી વધુ 96.12 ટકા પરિણામ. જ્યારે દાહોદ જિલ્લાનું સૌથી ઓછું 40.16 ટકા પરિણામ  જાહેર થયું છે. જેમાં અમરેલીના લાઠીનું સૌથી વધુ 96.12 ટકા પરિણામ. જ્યારે દાહોદ જિલ્લાનું સૌથી ઓછું 40.16 ટકા પરિણામ  જાહેર થયું છે. જિલ્લા પ્રમાણે જોઇએ તો સૌથી વધુ રાજકોટ જિલ્લાનું 85.78 ટકા પરિણામ જાહેર થયું છે જ્યારે સૌથી ઓછુ દાહોદ જિલ્લાનું 40.19 ટકા પરિણામ જાહેર થયું છે. ધોરણ 12મા સાયન્સમાં 196 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. તો 3303 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. આ સાથે 64 શાળાઓમાં 100 ટકા પરિણામ આવ્યું છે. સારા પરિણામથી વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી છે.

માર્ચ-2022માં યોજાયેલી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ તેમજ ગુજકેટ એપ્રિલ-2022ની પરીક્ષાનું પરિણામ આજે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે ગાંધીનગર ખાતેથી જાહેર કરવામાં આવ્યું હતું. શિક્ષણ મંત્રી વાઘાણીએ કહ્યું હતું કે, આ વર્ષે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું કુલ 72.02 ટકા પરિણામ જાહેર થયું છે. આ પૈકી વિદ્યાર્થિનીઓનું 72.05 ટકા જયારે વિદ્યાર્થીઓનું 72 ટકા પરિણામ આવ્યું છે. આ પ્રસંગે ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષામાં ઉતિર્ણ થનાર રાજ્યના તમામ વિદ્યાર્થીઓને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવું છું.

મંત્રીએ કહ્યું હતું કે, ગત વર્ષે કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતુ. ધો. 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માટે વિદ્યાર્થીઓની સાથે સાથે તેમના માતા-પિતા અને શિક્ષકો પણ ખૂબ મહેનત કરતાં હોય છે. આ સર્વેની સંયુક્ત મહેનત-પરીશ્રમના ભાગરૂપે વિદ્યાર્થીઓને સફળતા પ્રાપ્ત થતી હોય છે. ધો. 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા જીવનની એકમાત્ર અને છેલ્લી પરીક્ષા નથી હતી. તેમાં અસફળ વિદ્યાર્થીઓ પણ જીવનના અન્ય અનેક ક્ષેત્રોમાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરીને ઉજ્જવળ કારકિર્દી બનાવી હોય એવા અનેક હકારાત્મક ઉદાહરણ આપણી વચ્ચે છે તેમ જણાવી અનઉતિર્ણ વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાને હતાશ થયા વિના ફરીથી મહેનત કરીને સફળતા મેળવવા મંત્રીએ આ પ્રસંગે અનુરોધ કર્યો હતો.

નવી હેરસ્ટાઈલમાં જોવા મળી અંબાણી પરિવારની નાની વહુ રાધિકા, પહેલીવાર જોવા મળ્યો આવો લુક
Green Peas Benefits: લીલા વટાણાને કાચા ખાવાથી પણ થાય છે ગજબના ફાયદા
અભિનેત્રીએ 1 કરોડ રૂપિયાની લક્ઝરી કાર ખરીદી, જુઓ ફોટો
રતન ટાટા પાસે હતી આ 5 મોંઘી વસ્તુઓ, આટલી છે તેની કિંમત !
ભારતની 7 પ્રખ્યાત 'રમ', જે આખી દુનિયાના લોકોની છે ફેવરિટ
શિયાળામાં કાળા તલ ખાવાથી થાય છે અઢળક લાભ

મંત્રીએ પરિણામની વિગતો આપતાં કહ્યું હતુ કે, 100 ટકા CCTV કવરેજ સાથે બોર્ડની પરીક્ષાઓ લેનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. માર્ચ-૨૦૨૨ વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષામાં કુલ 140 કેન્દ્રો ઉપર 1,07,663 પરીક્ષાર્થી નોંધાયા હતાં. તે પૈકી 1,06,347 પરીક્ષાર્થી ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં નિયમિત વિદ્યાર્થીઓ 95715 હતા જેમાંથી 95361એ પરીક્ષા આપી હતી. તે પૈકી કુલ 68681 પરીક્ષાર્થીઓ “પ્રમાણપત્ર મેળવવાને પાત્ર બન્યાં છે.

મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સૌથી વધુ 85.78 ટકા પરિણામ સાથે રાજકોટ જિલ્લો પ્રથમ, જ્યારે સૌથી ઓછું 40.19 ટકા પરિણામ દાહોદ જિલ્લામાં આવ્યું છે. રાજ્યમાં સૌથી વધુ 96.12 ટકા સાથે લાઠી કેન્દ્ર પ્રથમ તેમજ સૌથી ઓછું 33.33 ટકા પરિણામ લીમખેડા કેન્દ્રમાં આવ્યું છે. રાજ્યમાં 100 ટકા પરિણામ ધરાવતી 64 શાળાઓ જ્યારે 10 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી ૬૧ શાળાઓનો સમાવેશ થાય છે. A1 ગ્રેડ સાથે 196 વિદ્યાર્થીઓ જયારે A2 ગ્રેડ સાથે 3303 વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયા છે. આ ઉપરાંત અંગ્રેજી માધ્યમનું 72.57 ટકા જ્યારે ગુજરાતી માધ્યમનું 72.04 ટકા પરિણામ આવ્યું છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

મંત્રી વાઘાણીએ ગુજકેટ-2022 પરીક્ષાની વિગતો આપતાં જણાવ્યું હતું કે, 99થી વધુ પર્સન્ટાઈલ સાથે A ગ્રુપમાં 385 અને B ગ્રુપમાં 684 વિદ્યાર્થીઓ જ્યારે 98થી વધુ પર્સન્ટાઈલ સાથે A ગ્રુપમાં 784 અને B ગ્રુપમાં 1328 વિદ્યાર્થીઓ નોંધાયા છે.

Published On - 10:01 am, Thu, 12 May 22

Next Article