Bhaibeej 2022 :ભાઈબીજ પર બનાવો આ મીઠાઈની,ભાઇ થઇ જશે ખુશ, જાણો રેસીપી

|

Oct 25, 2022 | 4:08 PM

Bhaubeej 2022 :દરેક વ્યક્તિ મીઠાઈઓ ખાય છે, તમારા ભાઈ માટે કેટલીક અદ્ભુત મીઠાઈઓ તૈયાર કરો જે તેણે પહેલા ખાધી ન હોય. અહીં અમે તમને સ્વાદિષ્ટ મીઠાઈઓની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ.

Bhaibeej 2022 :ભાઈબીજ પર બનાવો આ મીઠાઈની,ભાઇ થઇ જશે ખુશ, જાણો રેસીપી
Desserts

Follow us on

ભાઈબીજ (Bhaibeej 2022)નો તહેવાર ભાઈ-બહેન વચ્ચેના પ્રેમનું પ્રતિક છે. આ દિવસને યમ દ્વિતીય તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. દિવાળી(Diwali 2022)ના તહેવારમાં કાજુ કતરી, લાડુ, રસગુલ્લા અને બધી જ મીઠાઈઓ દરેકના ઘરે આવી જ હશે. પણ ભાઈ માટે આ વખતે કોઇ નવી વાનગી કેમ ટ્રાય ન કરીએ, આજે અમે તમને ભાઈઓ માટે ચોકલેટ પુડિંગ અને સ્ટ્રોબેરી ચીઝકેક બનાવવાની રીત જણાવીશું. તો આવો જાણીએ આ મીઠાઈઓ કેવી રીતે બનાવવી…

ચોકલેટ પુડિંગ

ચોકલેટ પુડિંગની મજા જ અલગ છે. અમે તમને જણાવી દઈએ કે આ એક અમેરિકન ડેઝર્ટ અથવા સેવરી ડિશ છે, જે તમારા મુખ્ય ભોજનનો ભાગ છે. આ માટે તમારે સામગ્રીની જરૂર પડશે…

3 ટેબલસ્પૂન કોર્ન, સ્ટાર્ચ 2 ટેબલસ્પૂન કોકો પાઉડર (મીઠા વગરનો), 2 કપ દૂધ ,1/3 ખાંડ, 1/2 ચમચી વેનીલા અર્ક, ચપટી મીઠું, 1 ​​ચમચી માખણ

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

ચોકલેટ પુડિંગ રીતે બનાવવી

સૌ પ્રથમ એક મોટો બાઉલ લો. હવે તેમાં પહેલા કોર્ન સ્ટાર્ચ ઉમેરો અને પછી કોકો પાવડર, ખાંડ અને મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે એક તપેલીમાં દૂધ નાખી ગરમ કરો. આંચ મધ્યમ રાખો અને તેમાં કોકો પાવડર ઉમેરીને હલાવતા રહો. ઉકળે એટલે ગેસ પરથી ઉતારી લો. હવે તેમાં બટર, વેનીલા એસેન્સ નાખીને ફરીથી મિક્સ કરો. આ પછી તેમને પુડિંગ બાઉલમાં સ્થાનાંતરિત કરો. જો તમે ઈચ્છો તો તેમાં બ્લૂબેરી, રાસબેરી જેવા નટ્સ અથવા ફળો ઉમેરી શકો છો. તેને ઉપર સીલ્વર પેપરથી ઢાંકી દો અને સેટ થવા માટે 2-3 કલાક માટે ફ્રીજમાં રાખો.

સ્ટ્રોબેરી ચીઝકેક

આ વાનગી અમેરિકામાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તે બેક કરી બનાવવામાં આવે છે. તેને બનાવવા માટે બિસ્કિટનો પાવડર મિક્સર જારમાં બનાવીને રાખો. હવે તેમાં ઓગળેલું માખણ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. એક પેનમાં બટર પેપર મૂકો અને તેમાં થોડું બટર લગાવો. બીજી તરફ એક પેનમાં 3 લીટર ફુલ ફેટ દૂધ નાંખો અને તેને ધીમી આંચ પર ગરમ કરો. હવે દૂધને ગાળી લો. હવે બીજા બાઉલ પર મલમલનું કપડું મૂકો અને તેના પર દહીંવાળું દૂધ રેડો.

હવે તેમાં 4 ચમચી બટર, 1 ટેબલસ્પૂન લીંબુનો રસ, 1 ચમચી વેનીલા એસેન્સ, 1 ટેબલસ્પૂન મકાઈનો લોટ, 4 ચમચી ફ્રેશ ક્રીમ ઉમેરીને બ્લેન્ડ કરો. બીજા વાસણમાં કોલ્ડ વ્હીપીંગ ક્રીમ મૂકો અને તેને બ્લેન્ડર વડે સારી રીતે હલાવો. જ્યારે તે ફૂલવા લાગે તો સમજી લેવું કે તે તૈયાર છે. તૈયાર બેઝને ફ્રિજમાંથી કાઢી લો અને આ ક્રીમ અને ચીઝના મિશ્રણને આ બેઝમાં ફેલાવો અને તેને રાતભર ફ્રીજમાં સેટ થવા માટે રાખો. હવે તમારી કેક તૈયાર છે.

Next Article