ખાતર બનાવતી વિશ્વની સૌથી મોટી સહકારી ખાતર કંપની ઇન્ડિયન ફાર્મર ફર્ટીલાઈઝર કો-ઓપરેટીવ લીમીટેડ (IFFCO) એ વિશ્વનું પ્રથમ Nano Urea લીક્વીડ ખાતર બનાવીને કૃષિ ક્ષેત્રે ઈતિહાસ સર્જ્યો છે. આજે 31 મે ના રોજ ઇફકોની 50મી સાધારણ સભાની બેઠકમાં ઇફકોની પ્રતિનિધિ મહાસભાના સભ્યો સામે નેનો યુરીયા લીક્વીડ ખાતર લોંચ કરવામાં આવ્યું. ખેતીમાં યુરિયાના આડેધડ ઉપયોગથી બચવા માટેની ગંભીર સમસ્યાથી છૂટકારો મેળવવા માટે નેનો યુરિયા દરેક રીતે ઉપયોગી સાબિત થશે.
50 કિલો યુરીયા હવે 500 મિલી બોટલમાં
50 કિલો યુરીયા ખાતર હવે માત્ર 500 મિલી બોટલમાં સમાયું છે. અશક્ય જણાતી આ વાતને વિશ્વની સૌથી મોટી સહકારી ખાતર કંપની IFFCO શક્ય કરી બતાવી છે. ઇફકોએ વિશ્વનું સૌ પ્રથમ Nano Urea લીક્વીડ ખાતર બનાવ્યું છે. કિંમતમાં સસ્તું હોવા ઉપરાંત નેનો યુરીયા પાક માટે પણ અસરકારક રહેશે. આ નેનો લિક્વિડ યુરીયા ગુજરાતના કાલોલમાં સ્થિત ઇફકો નેનો બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં વિકસાવવામાં આવ્યું છે.
आज #इफको की 50वीं वार्षिक आम सभा की बैठक में अपनी प्रतिनिधि महासभा के सदस्यों की उपस्थिति में पूरी दुनिया के किसानों के लिए विश्व का पहला नैनो यूरिया तरल प्रस्तुत।पूरे विश्व के किसानों को भारत के नैनो यूरिया की सौग़ात।सभी को बधाई। @narendramodi #IFFCONanoUrea #NanoUrea #IFFCONano pic.twitter.com/e1kdIFveH3
— Dr. U S Awasthi (@drusawasthi) May 31, 2021
ઇફકોના MD ડો.અવસ્થીએ કર્યું લોંચ
31 મે ના રોજ મળેલી IFFCO ની 50મી સાધારણ સભાની બેઠકમાં ઇફકોના મેનેજીંગ ડીરેક્ટર ડો.અવસ્થીએ ઇફકોની પ્રતિનિધિ મહાસભાના સભ્યો સામે વિશ્વનું પ્રથમ Nano Urea લીક્વીડ ખાતર લોંચ કર્યુ. નેનો યુરીયા ખેડૂતો માટે વરદાન સાબિત થશે. આ પ્રસંગે ડો.અવસ્થીએ કહ્યું,
8 ટકા વધુ થશે પાક ઉત્પાદન
Nano Urea લીક્વીડ ખાતરની વિશેષતા અને મહત્વ બતાવતા IFFCO એ કહ્યું કે અ નેનો યુરીયા પોષક તત્વોથી સમૃદ્ધ, જમીન પાણી અને હવાના પ્રદૂષણને ઘટાડવામાં સમર્થ હશે. ગ્લોબલ વોર્મિંગ ઘટાડવામાં તે ખૂબ ફાયદાકારક રહેશે. પાકના વિકાસમાં તેનું યોગદાન કોઈ પણ સંજોગોમાં ઘટશે નહીં. ઇફ્કોનો દાવો છે કે નેનો યુરિયાના ઉપયોગથી પાકની ઉપજમાં આઠ ટકાનો વધારો થશે.પાક અને ઉપજની ગુણવત્તામાં સુધારણા સાથે ખેતીનો ખર્ચ ઘટશે, જે ખેડૂતોની આવક વધારવામાં મદદ કરશે.