Rape in Farmer Protest : દિલ્હીમાં ખેડૂત આંદોલનમાં સામેલ યુવતી પર બળાત્કાર, 4 ખેડૂત આગેવાનો સહિત 6 સામે FIR નોંધાઈ

|

May 09, 2021 | 9:53 PM

Rape in Farmer Protest : ખેડૂત આંદોલનમાં યુવતી પર બળાત્કારના આરોપી સાથે 11 એપ્રિલે યુવતી પશ્ચિમ બંગાળથી દિલ્હી આવી હતી.

Rape in Farmer Protest : દિલ્હીમાં ખેડૂત આંદોલનમાં સામેલ યુવતી પર બળાત્કાર, 4 ખેડૂત આગેવાનો સહિત 6 સામે FIR નોંધાઈ
રચનાત્મક તસ્વીર

Follow us on

Rape in Farmer Protest : હરિયાણા પોલીસે ટિકરી બોર્ડર પર ખેડૂત આંદોલનમાં ભાગ લેનાર પશ્ચિમ બંગાળની એક યુવતી સાથે બળાત્કારનો કેસ નોંધ્યો છે. તાજેતરમાં જ આ યુવતીનું કોરોનાને કારણે મૃત્યુ થયું હતું. યુવતીના પિતાએ આરોપ લગાવ્યો છે કે ચાર લોકોએ તેમની પુત્રી પર બળાત્કાર ગુજાર્યો છે. યુવતીના પિતાની ફરિયાદના આધારે પોલીસે FIR દાખલ કરી છે.

પીડિતાના પિતાની ફરિયાદના આધારે FIR
પોલીસ દ્વારા IPC ની કલમ 365, 342, 354, 376 અને 120 બી હેઠળ આરોપીઓ વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગેંગરેપ તેમજ અપહરણ, બ્લેકમેઇલિંગ, બંધક બનાવવાની અને ધમકી આપવાની કલમો હેઠળ ગુનો પણ દાખલ કર્યો છે. પોલીસે આંદોલન સાથે સંકળાયેલા ચાર ખેડૂત નેતાઓ અને બે મહિલા સ્વયંસેવકો પર પણ આરોપ મૂક્યો છે. જો કે ખેડૂત આંદોલનમાં યુવતી પર થયેલા બળાત્કાર (Rape in Farmer Protest) અંગે આંદોલનકારી ખેડૂતો પોતાનો બચાવ કરી રહ્યા છે.

30 એપ્રિલના રોજ યુવતીનું મૃત્યુ થયું
આ પીડિતા યુવતી સાથે કઈક અઘટિત ઘટના ઘટી હોવાના કારણે ઘણા દિવસોથી મામલો ગરમાયો હતો. 30 એપ્રિલના રોજ યુવતીનું કોરોના સંક્રમણને કારણે મૃત્યુ થયું હતું.મૃત્યુના આશરે ચાર દિવસ પહેલા યુવતીને શિવમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.હવે યુવતીના પિતાની ફરિયાદને આધારે ટીકરી બોર્ડર પર ખેડૂત આંદોલન માટે સોશિયલ આર્મી ચલાવનારા અનૂપ અને અનિલ મલિક સહિત કુલ આરોપીઓ વિરૂદ્ધ ખેડૂત આંદોલનમાં યુવતી પર બળાત્કાર (Rape in Farmer Protest) ના આરોપસર FIR નોંધવામાં આવી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ચાર યુવક અને બે યુવતીઓને આરોપી બનાવાયા
ખેડૂત આંદોલનમાં યુવતી પર બળાત્કાર (Rape in Farmer Protest) ના આરોપી સાથે 11 એપ્રિલે યુવતી પશ્ચિમ બંગાળથી દિલ્હી આવી હતી. દિલ્હીથી તે આરોપીઓની સાથે ટીકરી બોર્ડર પર પહોંચી હતી. યુવતી પર બળાત્કાર ગુજારવાના આરોપીઓ ટીકરી બોર્ડર પર ખેડૂત આંદોલનમાં ખૂબ સક્રિય હતા. અનિલ મલિક, અનુપ સિંહ, અંકુશ સાંગવાન, જગદીશ બ્રાર, કવિતા આર્ય અને યોગિતા સુહાગ સામે કેસ નોંધવામાં આવ્યા છે.

સંગઠનના આગેવાનોએ પણ તપાસની માંગ કરી
છેલ્લા ઘણા દિવસોથી અનેક સંગઠનોના નેતાઓ દ્વારા આ મામલો જોરશોરથી ઉઠાવવામાં આવી રહ્યો હતો. શનિવારે ટીકરી બોર્ડર પર સંયુક્ત મોરચાની બેઠક મળી હતી. ખેડૂત આંદોલનમાં યુવતી પર બળાત્કારના આ કેસની તપાસ માટે ત્રણ ઇન્સ્પેક્ટર અને સાયબર સેલનો સમાવેશ કરીને ડીએસપી દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે. સિટી પોલીસ સ્ટેશનના પ્રભારીના જણાવ્યા મુજબ ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે.

Next Article