KUTCH : કુખ્યાત નિખીલ દોંગા આખરે નૈનિતાલથી ઝડપાયો

|

Apr 01, 2021 | 10:46 PM

KUTCH : આખરે વોન્ટેડ ભૂમાફિયા નિખીલ દોંગા પોલીસ સકંજામાં સપડાઇ ચૂક્યો છે. ભૂમાફિયા ફરાર થયાના માત્ર 48 કલાકમાં પશ્ચિમ કચ્છ અને રાજકોટ ગ્રામ્ય પોલીસે નિખીલ દોંગાને દબોચી લીધો છે.

KUTCH : આખરે વોન્ટેડ ભૂમાફિયા નિખીલ દોંગા પોલીસ સકંજામાં સપડાઇ ચૂક્યો છે. ભૂમાફિયા ફરાર થયાના માત્ર 48 કલાકમાં પશ્ચિમ કચ્છ અને રાજકોટ ગ્રામ્ય પોલીસે નિખીલ દોંગાને દબોચી લીધો છે. ભુજની રેફરલ હોસ્પિટલમાંથી સારવાર દરમિયાન ફરાર થયેલા કુખ્યાત નિખીલ દોંગાને પકડી પાડવા માટે પોલીસ ચક્રોગતિમાન કર્યા હતા. તપાસ દરમિયાન પોલીસને નિખીલ દોંગાનું નૈનીતાલમાં લોકેશન મળ્યું હતું. અને નૈનીતાલના હલ્ડવાનની હોટલમાં દોંગા રોકાયો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે કચ્છ-પશ્ચિમ અને રાજકોટ ગ્રામ્ય પોલીસના જોઇન્ટ ઓપરેશનમાં કુખ્યાત આરોપી દોંગા નૈનીતાલથી ઝડપાયો છે. તો દોંગાના અન્ય ત્રણ સાગરિતો પણ પોલીસ ગીરફ્તમાં આવ્યા છે. આ તમામ આરોપીઓને લઇને પોલીસ આવતીકાલે રાજકોટ આવશે. મહત્વપૂર્ણ છે કે ભુમાફિયા નિખીલ દોંગાની ગુજસીટોકના ગુના હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

 

તો ભુજની જનરલ હોસ્પિટલમાંથી કુખ્યાત આરોપી નિખિલ દોંગા ફરાર થઈ જવાના કેસમાં 4 પોલીસકર્મીઓની ધરપકડ થઈ છે. ભુજ બી-ડિવિઝન પોલીસે 4 પોલીસકર્મીઓની ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા છે. જે પોલીસકર્મીઓની ધરપકડ થઈ છે તેમાં PSI આર.બી.ગાગલ, ASI અલી મહંમત લંધા, કોન્સ્ટેબલ રાજેશ રૂપશી રાઠોડ અને PSI એમ.કે.ભરવાડનો સમાવેશ થાય છે. આ તમામ પોલીસકર્મીઓ સામે ફરજમાં બેદરકારી અને ષડયંત્રમાં સામેલગીરી અંગેની ફરિયાદ નોંધાઈ હતી. મહત્વનું છે પાલારા જેલમાં કેદ આરોપી નિખિલ દોંગાને હોસ્પિટલમાં લવાયો તે વખતે પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો.

Next Video