Most Wanted Terrorists : ભારતે 31 મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓનું લીસ્ટ જાહેર કર્યુ, જાણો કોનો કોનો સમાવેશ કરાયો

|

Jun 20, 2021 | 12:28 AM

Most Wanted Terrorists : ભારત સરકારના ગૃહમંત્રાલયે 31 મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓનું લીસ્ટ જાહેર કર્યુ છે.

Most Wanted Terrorists : ભારતે 31 મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓનું લીસ્ટ જાહેર કર્યુ, જાણો કોનો કોનો સમાવેશ કરાયો
FILE PHOTO

Follow us on

Most Wanted Terrorists : ભારત સરકારના ગૃહમંત્રાલયે 31 મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓનું લીસ્ટ જાહેર કર્યુ છે.પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JEM) ના સ્થાપક મૌલાના મસૂદ અઝહર, લશ્કર-એ-તૈયબા (LET) ના સહ-સ્થાપક અને જમાત-ઉદ-દાવા (JUD) ના વડા હાફિઝ મુહમ્મદ સઈદ અને મુંબઇ હુમલાના મુખ્ય આરોપી ઝાકીર ઉર રેહમાન લખવીના નામો 31 મોસ્ટ વોન્ટેડ આતંકીઓની યાદીમાં સામેલ છે.

ગૃહ મંત્રાલયની તાજેતરના અપડેટ કરેલ લીસ્ટમાં આ આતંકવાદીઓના નામનો ઉલ્લેખ છે, જે ભારત વિરુદ્ધ કાવતરાં કરનારાઓ ઉપરાંત દેશની આંતરિક સુરક્ષાની ડહોળવા માટે જવાબદાર છે.

અઝહર, સઈદ અને લખવી 31 મોસ્ટ વોન્ટેડ આતંકીઓ (Most Wanted Terrorists) ની યાદીમાં પ્રથમ પાંચમાં શામેલ છે,આ સાથે પ્રથમ પાંચમા ખૂંખાર ભારતીય ગેંગસ્ટર અને ડ્રગ્સનો કિંગપીન તરીકે ઓળખાય છે તે દાઉદ ઇબ્રાહિમ કાસકર અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI)નો પ્રમુખ નેતા વધાવા સિંહ બબ્બર પણ સામેલ છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

અઝહર, સઈદ અને લખવી 31 મોસ્ટ વોન્ટેડ આતંકીઓ (Most Wanted Terrorists) ની યાદીમાં પ્રથમ પાંચમાં શામેલ છે,આ સાથે પ્રથમ પાંચમા ખૂંખાર ભારતીય ગેંગસ્ટર અને ડ્રગ્સનો કિંગપીન તરીકે ઓળખાય છે તે દાઉદ ઇબ્રાહિમ કાસકર અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI)નો પ્રમુખ નેતા વધાવા સિંહ બબ્બર પણ સામેલ છે. આ લીસ્ટમાં શામેલ મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓના નામ આ પ્રમાણે છે-

1) જૈશ-એ-મહંમદનો પ્રમુખ મસુદ અઝહર,
2) લશ્કર-એ-તૈયબાનો પ્રમુખ હાફીઝ સઈદ,
3) લશ્કર-એ-તૈયબાનો અગ્રણી ઝાકીર ઉરરેહમાન લખવી,
6) પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશનનો પ્રમુખ લખબીર સિંઘ
7) ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સનો રણજિતસિંહ ઉર્ફે નીતા
8) પાકિસ્તાન સ્થિત ખાલિસ્તાન કમાન્ડો ફોર્સના પરમજિત સિંઘ,
9) ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સના ભૂપેન્દરસિંહ ભીંડા,
10) જર્મનીમાં રહેતો ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સનો અગ્રણી સભ્ય ગુરમીતસિંહ બગ્ગા,
11) અમેરિકામાં રહેતો શીખ ફોર જસ્ટિસનો અગ્રણી સભ્ય ગુરપતવંતસિંઘ પન્નુ,
12) કેનેડા સ્થિત ખાલિસ્તાન ટાઇગર ફોર્સનો ચીફ હરદીપસિંહ નિજ્જર,
13) યુકે સ્થિત બીકેઆઈના પ્રમુખ પરમજિત સિંઘ,
14) સાજીદ મીર,
15) યુસુફ મુઝમ્મિલ,
16) અબ્દુર રેહમાન મક્કી
17) શાહિદ મહમૂદ,
18) ફરહતુલ્લાહ ઘોરી,
19) અબ્દુલ રઉફ અસગર,
20) ઇબ્રાહિમ અથર,
21) યુસુફ અઝહર,
22) શાહિદ લતીફ,
23) ગુલામ નબી ખાન,
24) જાફર હુસેન ભટ,
25) રિયાઝ ઇસ્માઇલ શાહબંદર,
26) મોહમ્મદ ઇકબાલ,
27) મોહમ્મદ અનીસ શેખ,
28) દાઉદ ઈબ્રાહીમ,
29) જાવેદ ચિકના ઉર્ફે જાવેદ દાઉદ ટેલર,
30) ઇબ્રાહિમ મેમણ ઉર્ફ ટાઇગર મેમણ, અને
31) શેખ શકીલ ઉર્ફે છોટા શકીલ

Published On - 11:59 pm, Sat, 19 June 21

Next Article