ડીસામાં GST ઓફિસમાંથી જ પકડાયું મસમોટું કૌભાંડ, 4 સરકારી અધિકારીઓ સહિત 35 લોકો વિરુદ્ધ ફરિયાદ

Banaskantha: ડીસા GST અધિકારીઓનું કૌભાંડ સામે આવ્યું છે. માહિતી પ્રમાણે ખોટા બિલ અને ચલણથી અધધધ કરોડ સરકારી નાણાંની ઉચાપત કરી છે.

ડીસામાં GST ઓફિસમાંથી જ પકડાયું મસમોટું કૌભાંડ, 4 સરકારી અધિકારીઓ સહિત 35 લોકો વિરુદ્ધ ફરિયાદ
GST scam (File Image)
| Updated on: Dec 09, 2021 | 9:00 AM

Banaskantha: ડીસા GST અધિકારીઓનું કૌભાંડ (GST Scam) સામે આવ્યુ છે. ખોટા બિલ તેમજ ચલણ બનાવી રૂપિયા 5.98 કરોડનું કૌભાંડ આચર્યું હોવાની વિગતો સામે આવતા ચકચાર મચી ગયો છે. જણાવી દઈએ કે ડીસા GST ઓફિસમાં તપાસ દરમિયાન સમગ્ર કૌભાંડ સામે આવ્યુ. GST વિભાગના ચાર કર્મચારીઓ, ટેક્સ એડવોકેટ અને 29 આરોપીઓ સહિત કુલ 35 લોકો સામે ફરીયાદ નોંધવામાં આવી છે.

ડીસા ઉત્તર પોલીસ મથકે સહાયક રાજ્ય વેરા કમિશનર ભારતીબેન દેસાઈએ આ સમગ્ર ઘટનામાં ફરીયાદ નોંધાવી છે. તો સરકારી નાણાંની ઉચાપત મામલે પોલીસે કાર્યવાહી હાથધરી છે.

 

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 8:53 am, Thu, 9 December 21

Follow Us