Ahmedabad: રેમડિસિવિરની કાળાબજારીનું કૌભાંડ, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 3 આરોપીઓની કરી ધરપકડ

|

May 08, 2021 | 5:40 PM

અમદાવાદમાં પણ અનેક વખત ઈન્જેક્શનની કાળા બજારી કરતા આરોપીઓને પકડયા છે. તેવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પ્રથમ વખત ફાર્માસ્યુટીકલ ડિસ્ટ્રિબ્યુટર્સને ત્યાં તપાસ કરતા ખરીદ વેચાણના વ્યવહાર વગરના 34 ઈન્જેક્શન કબ્જે કર્યા છે.

કોરોના મહામારીમાં અનેક પરિવારોના મોભી છીનવાઈ રહ્યા છે. બીજી તરફ પરિવારના સભ્યોના જીવ બચાવવા લોકો કોઈ પણ કિંમતે ઈન્જેકશન ખરીદવા તૈયાર થઈ જાય છે. ત્યારે કાળા બજારિયા ઓ તેનો લાભ લેતા અચકાતા નથી. અમદાવાદમાં પણ અનેક વખત ઈન્જેક્શનની કાળા બજારી કરતા આરોપીઓને પકડયા છે. તેવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પ્રથમ વખત ફાર્માસ્યુટીકલ ડિસ્ટ્રિબ્યુટર્સને ત્યાં તપાસ કરતા ખરીદ વેચાણના વ્યવહાર વગરના 34 ઈન્જેક્શન કબ્જે કર્યા છે.

 

 

કોરોનાની બીજી લહેર એટલી ખતરનાક છે, જેમાં અનેક રાજ્યોમાં હાહાકાર મચ્યો છે અને પરિવાર પોતાના સભ્યો માટે ઈન્જેક્શન અને ઓક્સિજન સિલિન્ડર નહીં મળતા જીવ ગુમાવ્યા હોવાનું પણ આપે સાંભળ્યું હશે. એવામાં મહામારી સમયે પણ માનવતા રાખવાને બદલે કાળાબજારી કરતા શખ્સો બેફામ રીતે લોકોને લૂંટી રહી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 34 જેટલા રેમડેસીવીર ઈન્જેક્શન સાથે પ્રેમ દરવાજા નજીકથી એક મેડિસીન ફાર્માસ્યુટીકલ ડિસ્ટ્રિબ્યુટર્સમાંથી 3 શખ્સોની ધરપકડ કરી છે.

 

 

 

ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં રહેલા આ ત્રણેય શખ્સોનું નામ છે ચિરાગ શાહ, સંદીપ મહેતા અને જયેશ ભાવસાર. આ ત્રણે આનંદ મેડિસિનના ગોડાઉનમાં ઈન્જેક્શન રાખી તેની કાળા બજારી કરી જરૂરતમંદ પાસેથી ઊંચા ભાવ પર વેચતા હતા. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે ચિરાગ શાહ અને સંદીપ મહેતા આનંદ મેડિસિન ફાર્માસ્યુટિકલ ડિસ્ટ્રીબ્યુટરના પાર્ટનર છે. જ્યારે જયેશ ભાવસાર કર્મચારી તરીકે કામ કરતો હતો.

 

 

એટલું જ નહીં પોલીસે ગોડાઉનમાં તપાસ કરતા અગાઉ પણ રેમડેસીવીર ઈન્જેક્શન વેચાણ પોતે કર્યા હોવાનું બિલ રજુ કર્યું હતું. પરંતુ ક્રાઈમ બ્રાન્ચે ઈન્જેક્શનના ખરીદ-વેચાણના સ્ટોકના સ્ટેટમેન્ટ તપાસતા તેમાં વિસંગતતા જોવા મળી જેના આધારે આ ત્રણેયની ધરપકડ કરતા કાળાબજારીનો પર્દાફાશ થયો હતો.

 

 

અગાઉ પણ આ જ પ્રકારે ઈન્જેક્શનની કાળાબજારીના કિસ્સા અમદાવાદ ,રાજકોટ, સુરતમાં પણ સામે આવ્યા છે. ત્યારે હાલમાં પોલીસે પકડેલા આ ત્રણેય આરોપીઓ અત્યાર સુધીમાં કેટલા ઈન્જેક્શન કોને કોને વેચ્યા છે અને કેટલા સમયથી ઈન્જેક્શનની કાળાબજારી કરતા હતા? તે બાબતે વધુ પૂછપરછ શરૂ કરી છે.

 

 

જો કે પૂછપરછના અંતે સામે આવશે કે ચિરાગ અને સંદીપ ઘર અગાઉ કેટલાક ઈન્જેક્શનનો ગેરકાયદેસર વહીવટ કરવામાં આવે છે. હાલ તો ક્રાઈમ બ્રાન્ચ આવશ્યક ચીજવસ્તુની ગેરકાયદેસર હેરાફેરી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

 

આ પણ વાંચો: vadodara : પાદરા પછી ડભોઇમાં કોવિડ કેર સેન્ટરમાં આગ સામે સલામતીની મોકડ્રીલ યોજાઈ

Published On - 5:39 pm, Sat, 8 May 21

Next Video