Funeral by Daughters : પાંચ દીકરીઓએ માતાને કાંધ આપી, છઠ્ઠી દીકરીએ મુખાગ્નિ આપી માતાના અંતિમ સંસ્કાર કર્યા

Funeral by Daughters : મહારષ્ટ્રના બીડ જિલ્લામાં 6 દીકરીઓએ માતાના અંતિમ સંસ્કાર કર્યા.

Funeral by Daughters : પાંચ દીકરીઓએ માતાને કાંધ આપી, છઠ્ઠી દીકરીએ મુખાગ્નિ આપી માતાના અંતિમ સંસ્કાર કર્યા
FILE PHOTO
| Updated on: May 21, 2021 | 10:49 PM

Funeral by Daughters : કહેવાય છે કે માતા-પિતાના મૃત્યુ પર દીકરો જ મુખાગ્નિ આપી અંતિમ સંસ્કારની વિધિ પુરી કરે છે. પરંતુ આજના આ આધુનિક યુગમાં દીકરો-દીકરી એક સમાન ગણવામાં આવે છે. હવે ભાગ્યે જ કોઈ એવું કામ હશે જે દીકરાની જેમ દીકરી ન કરી શકે. આવી જ એક ઘટના મહારાષ્ટ્રના બીડ (Beed) જિલ્લામાંથી સામે આવી છે. અહી 6 બહેનોએ ભેગા મળીને પોતાની દિવંગત માતાના વિધિપૂર્વક અગ્નિસંસ્કાર કર્યા અને સમાજને નવી રાહ ચીંધી છે.

પરિવારમાં 6 દીકરીઓ, દીકરો નથી
મહારાષ્ટ્રના બીડમાં માતાના અવસાન પછી છ બહેનોએ મળીને તેમની માતાના અંતિમ સંસ્કાર (Funeral by Daughters) કર્યાં. આ 6 બહેનોએ પરિવારમાં પુત્રની ખોટ વર્તાવા દીધી નહતિ અને અને દીકરો જ મુખાગ્નિ આપે આ પરંપરાને પણ તોડી નાખી.

સંકટ સમયે કોઈ મર્યાદા કે પરંપરા આડે આવતી નથી. એમાં પણ વર્તમાન કોરોનાકાળમાં કોરોનાથી કોઈનું મૃત્યુ થાય તો ઘણા સ્વજનો પણ પોતાના જ સ્વજનના મૃતદેહ સ્પર્શ કરવાનું ટાળે છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રના બીડ જિલ્લાના શિરૂર કાસર તાલુકાના જાંબ ગામે છ બહેનો દ્વારા તેમની માતાના ધાર્મિક વિધિ સાથે અંતિમ સંસ્કાર (Funeral by Daughters) કરવા એ ખરેખર બિરદાવવા યોગ્ય છે.

કોરોનાને કારણે મૃત્યુ પામ્યા 90 વર્ષીય લક્ષ્મીબાઈ
6 દીકરીઓ દ્વારા માતાના અંતિમ સંસ્કાર (Funeral by Daughters) ની આ ઘટનાની વાત કરીએ તો મહારાષ્ટ્રના બીડ જિલ્લાના શિરૂર કાસર તાલુકાના જાંબ ગામે રહેતા 90 વર્ષીય લક્ષ્મીબાઈ રામભાઉ કાંબલેનું કોરોનાને કારણે મૃત્યુ થયું. પરિવારમાં 6 દીકરીઓ અને સામે એક પણ દીકરો ન હોવાથી સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થયો કે દીકરા વગર માતાને મુખાગ્નિ આપી માતાના અંતિમ સંસ્કાર કોણ કરશે?

6 બહેનોએ ભેગા મળી માતાના અંતિમ સંસ્કાર કર્યા
90 વર્ષીય મૃતક લક્ષ્મીબાઈ રામભાઉ કાંબલેની 6 દીકરીઓએ ભેગા મળીને માતાના અંતિમ સંસ્કાર કરવાનું નક્કી કર્યું. તમામ દીકરીઓએ ભેગા મળી માતાની અંતિમયાત્રા કાઢી. પાંચ દીકરીએ માતાની અર્થીને કાંધ આપી અને છઠ્ઠી દીકરીએ મુખાગ્નિ આપી માતાના અંતિમ સંસ્કાર (Funeral by Daughters) કર્યા અને આ રીતે વિધિપૂર્વક માતાના અંતિમ સંસ્કાર દીકરીઓએ પૂર્ણ કર્યા.

આ પણ વાંચો : જાણો કેવી રીતે ફેલાય છે બ્લેક ફંગસ અને તેનાથી કેમ બચવું? દેશના ટોચના બે ડોકટરે આપી માહિતી