Corona Vaccine price : કેન્દ્ર સરકારે Private Hospitals માટે નક્કી કરી કોરોના વેક્સિનની કિંમત, વિદેશી Sputnik V કરતા દેશી Covaccine ની કિંમત વધારે

|

Jun 08, 2021 | 11:26 PM

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે હાલમાં રસી ઉત્પાદકો દ્વારા જાહેર કરાયેલા ભાવોના આધારે ખાનગી હોસ્પિટલો (Private Hospitals) માટે કોરોના રસી (Corona Vaccine) ના ભાવ નક્કી કર્યા છે.

Corona Vaccine price : કેન્દ્ર સરકારે Private Hospitals માટે નક્કી કરી કોરોના વેક્સિનની કિંમત, વિદેશી Sputnik V કરતા દેશી Covaccine ની કિંમત વધારે
FILE PHOTO

Follow us on

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે હાલમાં રસી ઉત્પાદકો દ્વારા જાહેર કરાયેલા ભાવોના આધારે ખાનગી હોસ્પિટલો (Private Hospitals) માટે રસીના ભાવ (Corona Vaccine price) નક્કી કર્યા છે. કેન્દ્ર સરકારે ખાનગી હોસ્પિટલો માટે કોરોના રસી (Corona Vaccine) ના મહત્તમ ભાવમાં વધારો કર્યો છે.

વિદેશી સ્પુટનીક-વી કરતા દેશી કોવેક્સીનની કિંમત વધારે
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કરોના રસીના ભાવ (Corona Vaccine price) નક્કી કર્યા છે તે મૂજબ. જો તમે કોઈ ખાનગી હોસ્પિટલ (Private Hospitals) માં કોવેક્સીન (Covaccine) લો છો, તો તમારે રૂ.780 ચૂકવવા પડશે. આ સિવાય રસી માટે રૂ.1410 અને રશિયન રસી સ્પુટનિક-વી(Sputnik V) માટે રૂ.1145 રૂપિયા ખર્ચ કરવા પડશે. આમાં જીએસટીની સાથે રૂ.150 રૂપિયાનો સર્વિસ ચાર્જ શામેલ છે.

સરકારે રસીના 44 કરોડ ડોઝનો ઓર્ડર પણ આપ્યો છે
કેન્દ્ર સરકારે મંગળવારે કોવિડ-19 વિરોધી કોવિશિલ્ડ (Covishield) અને કોવેક્સીન (Covaccine) રસીના 44 કરોડ ડોઝ માટે ઓર્ડર આપ્યો છે. એક દિવસ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) એ જાહેરાત કરી હતી કે કેન્દ્ર રાજ્યોનો પ્રાપ્તિ ક્વોટા સંભાળશે અને રાજ્યોને 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને મફત રસી આપવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે કોરોના રસી (Corona Vaccine) ના આ 44 કરોડ ડોઝ ઉત્પાદકો દ્વારા ઓગસ્ટ અને ડિસેમ્બરની વચ્ચે પૂરા પાડવામાં આવશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

30 ટકા ચુકવણી અગાઉથી જાહેર કરવામાં આવી
વડાપ્રધાન મોદી (PM MODI) એ ગઈકાલે 7 જૂનના રોજ રાષ્ટ્રીય કોવિડ રસીકરણ કાર્યક્રમની ગાઈડલાઈનમાં ફેરફાર કર્યાની જાહેરાત કર્યા પછી કેન્દ્રએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (Serum Institute of India) ને કોવિશિલ્ડ (Covishield) ના 25 કરોડ ડોઝ અને ભારત બાયોટેક (India Biotech) ને કોવેક્સીન (Covaccine) રસીના 19 કરોડ ડોઝ માટે ઓર્ડર આપ્યો છે. બંને કોરોના રસી (Corona Vaccine) ખરીદવા માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ભારત બાયોટેકને 30 ટકા ચુકવણી અગાઉથી જાહેર કરવામાં આવી છે.

કેન્દ્ર દ્વારા પ્રાપ્ત વિવિધ મેમોરેન્ડમના આધારે રસીકરણ અભિયાન (Vaccination campaign)ના ત્રીજા તબક્કાની શરૂઆત 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ પુખ્ત વયના લોકો માટે કરવામાં આવી હતી. હવે દેશભરમાં રસીકરણ ઝુંબેશને વધુ વ્યાપક બનાવવાના ઉદ્દેશ્યથી 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકોને સરકારી આરોગ્ય કેન્દ્રોમાંથી કોરોના રસી (Corona Vaccine)નો ડોઝ વિનામૂલ્યે આપવામાં આવશે.

Published On - 11:11 pm, Tue, 8 June 21

Next Article