Corbevax Vaccine ના વૈજ્ઞાનિક ડેટાથી ડોકટરો ઉત્સાહિત, સપ્ટેમ્બર સુધીમાં ઉપલબ્ધ થવાની સંભાવના

|

Jun 09, 2021 | 12:23 AM

નીતી આયોગ સભ્ય ડો.વી.કે. પૌલે કહ્યું છે કે આશા છે કે બાયોલોજીકલ-ઇ (Biological E)ની કોરોના વેક્સિન કોર્બેવેક્સ (Corbevax) રસી સપ્ટેમ્બર સુધીમાં મળી જશે.

Corbevax Vaccine ના વૈજ્ઞાનિક ડેટાથી ડોકટરો ઉત્સાહિત, સપ્ટેમ્બર સુધીમાં ઉપલબ્ધ થવાની સંભાવના
સાંકેતિક તસ્વીર

Follow us on

Corbevax Vaccine : કોરોના મહામારી સામેની લડત વચ્ચે વધુ એક રસી વિશે સારા સમાચાર સામે આવ્યા છે. મંગળવારે સરકાર દ્વારા માહિતી આપવામાં આવી છે કે ભારતીય કંપની બાયોલોજીકલ-ઇ (Biological E)ની કોરોના વેક્સિન કોર્બેવેક્સ (Corbevax) નો વૈજ્ઞાનિક ડેટા ડોકટરો માટે ખુબ પ્રોત્સાહક છે.નીતી આયોગ સભ્ય ડો.વી.કે. પૌલે કહ્યું છે કે આશા છે કે આ રસી સપ્ટેમ્બર સુધીમાં મળી જશે.તેમણે એમ પણ કહ્યું કે અમે બાયોલોજિકલ ઇ દ્વારા રસીના ભાવની જાહેરાતની રાહ જોઈ રહ્યા છીએ.

કેન્દ્ર સરકારે 30 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો
નીતી આયોગ સભ્ય ડો.વી.કે. પૌલે કહ્યું છે કે સરકારે કોર્બેવેક્સ (Corbevax Vacine) ના 30 કરોડ ડોઝ ખરીદવાનો ઓર્ડર પણ આપી દીધો છે. કોર્બેવેક્સ એ આરબીડી પ્રોટીન સબ્યુનીટ રસી છે અને ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ્સમાં છે.કોવિડ-19 પરની એક પ્રેસ કોન્ફરન્સમાં નીતી આયોગ સભ્ય ડો.વી.કે. પૌલે કહ્યું,

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

“આપણે બાયોલોજિકલ-ઇ (Biological E)દ્વારા કોર્બેવેક્સ રસીના ભાવની જાહેરાતની રાહ જોવી જોઈએ. આ નવી નીતિ હેઠળ કંપની સાથેની અમારી વાતચીત પર આધાર રાખે છે. કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વેક્સિન ખરીદવા માટે જે નાણાકીય સહાય આપવામાં આવી છે તેમાંથી વેક્સિનની કિંમતનો ભાગ ચુકવવામાં આવશે.”

કેન્દ્રએ 40 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો
આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ડો.વી.કે.પૌલે આ પણ માહિતી આપી કે સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (Serum Institute of India) અને ભારત બાયોટેક (India Biotech) પાસેથી કોવિશિલ્ડ અને કોવેક્સીનની ખરીદી માટે 4૦ કરોડ ડોઝના ઓર્ડર આપ્યા છે. આમાંથી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને કોવિશિલ્ડ (Covishield) ના 25 કરોડ ડોઝ અને ભારત બાયોટેકને કોવેક્સીન (Covaccine) રસીના 19 કરોડ ડોઝ માટે ઓર્ડર આપ્યો છે.

ડો.વી.કે.પૌલે સ્પષ્ટતા કરી હતી કે બંને કંપનીઓને 30 ટકા રકમ એડવાન્સ રકમ આપવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગત સપ્તાહે એક અખબારી યાદી બહાર પાડી હતી અને સાથે જાણકારી આપી હતી કે કોર્બેવેક્સ વેક્સિન (Corbevax Vacine) માટે બાયોલોજિકલ-ઇ (Biological E) ટૂંક સમયમાં એડવાન્સ પેમેન્ટ પેટે રૂ.1500 કરોડ આપવામાં આવશે.

Published On - 11:49 pm, Tue, 8 June 21

Next Article