Corona Vaccine wastage : રસીનો બગાડ ઓછો કરવા કેન્દ્રનો રાજ્યોને નિર્દેશ, રસીની શીશી ખોલ્યા બાદ ચાર કલાકમાં થવો જોઈએ ઉપયોગ

|

Jun 11, 2021 | 5:11 PM

Corona Vaccine wastage : જે રાજ્યોમાં રસીનો બગાડ ઓછો થયો છે તેની કેન્દ્રએ પ્રસંશા કરી છે. કેન્દ્રએ કહ્યું ઘણા રાજ્યોમાં રસીકરણ પ્રક્રિયા યોગ્ય રીતે ચાલવાને લીધે માત્ર રસીનો બગાડ ઓછો થયો નથી, પરંતુ શીશીમાં રહેલી બાકીની રસીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

Corona Vaccine wastage : રસીનો બગાડ ઓછો કરવા કેન્દ્રનો રાજ્યોને નિર્દેશ, રસીની શીશી ખોલ્યા બાદ ચાર કલાકમાં થવો જોઈએ ઉપયોગ
સાંકેતિક તસ્વીર

Follow us on

Corona Vaccine wastage : કોરોના વાયરસ મહામારી સામે રસી એક માત્ર હથિયાર છે. દેશમાં કોરોના મહામ્રી વિરૂદ્ધ રસીકરણ અભિયાન જોરશોરથી શરૂ છે. દેશમાં હાલ 23 કરોડથી વધુ લોકોનું રસીકરણ પૂર્ણ થઇ ગયું છે. તેમજ ગુજરાતમાં અત્યાર સુધીમાં 1 કરોડ 94 લાખથી વધુ લોકોનું રસીકરણ પૂર્ણ થઇ ગયું છે. દેશમાં ચાલી રહેલા આ રસીકરણ અભિયાનમાં રસીનો બગાડ એ સૌથી મોટો અવરોધ છે. કોરોના રસીનાના બગાડને રોકવા કેન્દ્ર સરકારે રાજ્યોને ચેતવ્યા છે. કેન્દ્ર સરકારે આ અંગે કેટલાક નિર્દેશો પણ આપ્યાં છે.

 

શીશી ખોલતા સમયે તારીખ અને સમય લખો : કેન્દ્ર
કોરોના રસીનો બગાડ (Corona Vaccine wastage) ઓછો કરવા માટે ભારત સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રસીકરણ અંગે નવી સૂચનાઓ આપી છે.આ મુજબ હવે રસીકરણ કેન્દ્ર અથવા રસી આપનારને રસીની દરેક શીશી ખોલતા સમયે તારીખ અને સમય લખવો પડશે.

ખોલ્યા બાદ ચાર કલાકમાં જ ઉપયોગ કરો : કેન્દ્ર
કોરોના રસીનો બગાડ (Corona Vaccine wastage) ઓછો કરવા ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનામાં કહેવામાં આવ્યું છે કે જે રસીની શીશી ખોલવામાં આવી રહી છે તે તમામ શીશીઓ ચાર કલાકમાં વાપરવી જોઈએ અથવા તેને અલગ કરી દેવી જોઈએ. કેન્દ્ર સરકારે કહ્યું છે કે રસીનો 1 ટકા કે તેથી ઓછા વેડફાટની અપેક્ષા રાખવી ગેરવાજબી નથી, પરંતુ તે વાજબી છે અને તે પ્રાપ્ત કરી શકાય છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

રસીનો બગાડ રોકવો જરૂરી : કેન્દ્ર
કેન્દ્રએ કહ્યું છે કે કોરોનાકાળમાં રસી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેનો બગાડ (Corona Vaccine wastage) અટકાવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી વધુમાં વધુ લોકોને રસી આપી શકાય. જે રાજ્યોમાં રસીનો બગાડ ઓછો થયો છે તેની કેન્દ્રએ પ્રસંશા કરી છે. કેન્દ્રએ કહ્યું ઘણા રાજ્યોમાં રસીકરણ પ્રક્રિયા યોગ્ય રીતે ચાલવાને લીધે માત્ર રસીનો બગાડ ઓછો થયો નથી, પરંતુ શીશીમાં રહેલી બાકીની રસીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

એક સત્રમાં ઓછામાં ઓછા 100 લોકોનું રસીકરણ થાય : કેન્દ્ર
કેન્દ્ર સરકારે સલાહ આપી છે કે રાજ્યોએ રસીકરણ દરમિયાન એક સત્રમાં ઓછામાં ઓછા 100 લાભાર્થીઓને રસી આપવી જોઈએ. દુર્ગમ વિસ્તારોમાં રાજ્યો ઓછા લોકો માટે રસી સત્રો શરૂ કરી શકે છે, પરંતુ આ સમય કરોના રસીનો બગાડ (Corona Vaccine wastage) થાય નહિ તેની કાળજી લેવી જોઈએ. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું છે કે પૂરતા પ્રમાણમાં લાભાર્થીઓ હાજર હોય ત્યારે જ રસીકરણનું સત્ર શરૂ થવું જોઈએ.

આ પણ વાંચો : Corbevax Vaccine ના વૈજ્ઞાનિક ડેટાથી ડોકટરો ઉત્સાહિત, સપ્ટેમ્બર સુધીમાં ઉપલબ્ધ થવાની સંભાવના

Published On - 5:09 pm, Fri, 11 June 21

Next Article