Udyam Registration : કોરોનાકાળમાં રાજ્યમાં 1,89,303 MSME નું રજીસ્ટ્રેશન થયું, સરકાર આપે છે આ લાભો

|

Jun 10, 2021 | 4:56 PM

Udyam Registration : રાજ્યભરના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રોમાં MSME અંતર્ગત નવા ઉદ્યોગો શરૂ કરવા, ઉદ્યોગોને રાજ્ય અને કેન્દ્ર તરફથી કેવા પ્રકારની સહાય મળી રહી છે તેની પૂછપરછ વધી છે.

Udyam Registration : કોરોનાકાળમાં રાજ્યમાં 1,89,303 MSME નું રજીસ્ટ્રેશન થયું, સરકાર આપે છે આ લાભો
FILE PHOTO

Follow us on

Udyam Registration : 1 જુલાઈ 2020 ના રોજ કેન્દ્રના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (MSME Ministry) એ MSME ની વ્યાખ્યા બદલીને તેને ‘ઉદ્યમ’ નામ આપ્યું અને દેશભરમાં ઉદ્યમ રજીસ્ટ્રેશનની નવી અને સરળ પ્રક્રિયા શરૂ કરી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા લેવા માટે ઉદ્યમ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. ઉદ્યમ રજીસ્ટ્રેશનમાં ગુજરાતની વાત કરીએ તો છેલ્લા એક વર્ષમાં કોરોનાકાળમાં 1,89,303 MSME નું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.

 

રાજ્યમાં 1,89,303 MSME નું રજીસ્ટ્રેશન
ગુજરાતમાં કોરોનાકાળ (Corona period)માં ઉદ્યમ રજીસ્ટ્રેશન (Udyam Registration) માં 1,89,303 MSME નું રજીસ્ટ્રેશન થયું છે. આ માહિતી રાજકોટ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવી છે. નવા નોંધાયેલા ઉદ્યમ એકમોમાં મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ પ્રોવાઈડ કરતા એકમોનો સમાવેશ થાય છે, પરંતુ સૌથી વધુ સંખ્યા મેન્યુફેક્ચરિંગ એકમોની નોંધાઈ છે.

અમદાવાદમાં સૌથી વધુ MSMEનું રજીસ્ટ્રેશન
કોરોનાકાળમાં રાજ્યમાં 1,89,303 MSME નું ઉદ્યમ રજીસ્ટ્રેશન (Udyam Registration) અંતર્ગત રજીસ્ટ્રેશન થયું તેમાં અમદાવાદ સૌથી આગળ છે. આ બાબતમાં રાજ્યના ચાર મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં 70,241, સુરતમાં 65,040, રાજકોટમાં 30,054 અને વડોદરામાં 23,968 ઉદ્યમોનું રજીસ્ટ્રેશન થયું છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

કોરોના બાદ પોતાના ઉદ્યમો શરૂ કર્યા
કોરોના મહામારી અને લોકડાઉનના કારણે લોકોની આર્થિક સ્થિતિ ખુબ ગંભીર બની છે. કોરોના બાદ જે યુવાનો નોકરીથી સંતુષ્ટ નથી અથવા તો જેમની નોકરી છીનવાઈ ગઇ છે તેવા યુવાનો હવે પોતાનો ઉદ્યોગ શરૂ કરવા ઈચ્છી રહ્યા છે. રાજ્યભરના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રોમાં MSME અંતર્ગત નવા ઉદ્યોગો શરૂ કરવા, ઉદ્યોગોને રાજ્ય અને કેન્દ્ર તરફથી કેવા પ્રકારની સહાય મળી રહી છે તેની પૂછપરછ વધી છે. આના પરથી એવું કહી શકાય કે કોરોના પછી મહિલાઓ, યુવાનો, રિટાયર્ડ થયેલા લોકો પોતાનો ઉદ્યોગ શરૂ કરવા આગળ આવી રહ્યા છે. અને આમાંથી ઘણા લોકોએ પોતાનો વ્યવસાય શરૂ કરી ઉદ્યમ રજીસ્ટ્રેશન (Udyam Registration) નોંધણી પણ કરાવી લીધી છે.

ઉદ્યમ રજીસ્ટ્રેશન કરાવવું શું કામ જરૂરી છે?
કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા લેવા માટે ઉદ્યમ રજીસ્ટ્રેશન (Udyam Registration) કરાવવું જરૂરી છે. આજે પણ રાજ્યમાં અને દેશમાં એવા ઘણા લોકો છે જે પોતાના ઘરે અથવા અન્ય જગ્યાએ નાનો ઉદ્યોગ શરૂ કરીને સંતોષકારક આવક મેળવી રહ્યાં છે, પણ હજી સુધી પોતાના ઉદ્યમની સરકારમાં નોંધણી કરવી નથી.

કેન્દ્ર અને રાજ્ય નોંધણી થયેલા MSME ને ઘણી યોજનાઓ અંતર્ગત લાભો આપે છે. ગુજરાત સરકારની નવી ઔદ્યોગિક નીતિ (New Industrial Policy) માં પણ MSME ને સસ્તી લોન, સબસીડી સહીત અનેક વિશેષ લાભો આપવાની જોગવાઈઓ કરવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની MSMEની આ યોજનાઓનો લાભ લેવા માટે કેન્દ્રના MSME મંત્રાલયે જાહેર કરેલી વેબસાઈટ https://udyamregister.org/ પર ઉદ્યોગોનું રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. આ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા એકદમ સરળ અને બિલકુલ મફત છે.

Published On - 4:56 pm, Thu, 10 June 21

Next Article